જામનગરમાં માનવતા શર્મસાર: ૯ વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ કુકર્મ આચર્યું

રાજ્ય સહિત દેશભરમાં સ્ત્રી અત્યાચારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહૃાો છે. સરકાર દ્વારા કડકમાં કડક કાયદા બનાવ્યા બાદ પણ દેશમાં મહિલા અને બાળકીઓ સુરક્ષિત નથી જણાઈ રહી. હવસખોરોને કાયદાની કે પોલીસની જરા પણ બીક ન હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે જામનગરમાં સંબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી છે. જેમાં એક ૯ વર્ષની બાળકી પર પોતાના ભાઈ દ્વારા જ દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક બાળકી પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ૯ વર્ષની બાળકી પર કાકાના દીકરા ભાઈ દ્વારા જ બળાત્કારની ઘટના સામે આવી છે.

ભાઈએ નાની બહેન પર કુકર્મ આચર્યું છે. આ ઘટનાની લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, જામનગર જિલ્લાના લાલપુર પંથકના એક ગામમાં રહેતા પરિવાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે, કુંટુંબના ભાઈએ જ નાની બહેન સાથે સંબંધોને લાંછન લગાડની ઘટનાને અંજામ આપ્યો છે. રાફુદળ વિસ્તારની વાડીમાં કાકાનો દીકરો પોતાની ૯ વર્ષની નાની બહેન સાથે ગયો હતો, આ સમયે સગીર ભાઈએ બહેન સાથે ગંદુ કામ કર્યું. આ ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતા હાહાકાર મચી ગયો. માતા-પિતાએ તુરંત આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પોલીસ પણ ઘટનાની માહિતી મેળવી ચોંકી ગઈ હતી.

આખરે પોલીસે એક્શનમાં આવી આ મામલે પરિયાદ નોંધી સગીરવયના યુવકની અચકાયત કરી બાળકીના રિપોર્ટ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ મામલે જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરના રાફુદળ ગામ વિસ્તારમાં વાડીમાં ૯ વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પોક્સો અને ૩૭૬ની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. ગુનો આચરનાર યુવક પમ સગીર વયનો હોવાનું સામે આવ્યું છે, જે અંતર્ગત આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW