ચિત્રકૂટની સગીરા પર ગેંગરેપ બાદ ખાધો ફાંસો, પોસ્ટમોર્ટમ ન મળ્યા દુષ્કર્મના પૂરાવા

હાથરસ પછી હવે ચિત્રકૂટની સગીરાએ ગેંગરેપનો ભોગ બન્યા પછી જીવ ટૂંકાવ્યો હતો. એણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઇ લીધો હતો. આ દલિત કિશોરીની ફરિયાદ પોલીસે લીધી નહોતી એવો આક્ષેપ એના કુટુંબીજનોએ કર્યો હતો. આજે પીડિતાના અંતિમ સંસ્કાર છે એટલે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. દલિતોના તારણહાર કહેવડાવતા પોલિટિશ્યનો ચિત્રકૂટ તરફ દોટ મૂકી રહૃાા હતા. આ કિસ્સામાં ગેંગરેપનો શિકાર બનેલી યુવતીએ મંગળવારે માણિક પુર વિસ્તારના પોતાના ઘરમાં ફાંસો ખાઇને જીવ ટૂંકાવ્યો હતો.

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અંકિત મિત્તલે કહૃાું હતું કે આ કિશોરી પર આઠમી ઓક્ટોબરે જંગલ વિસ્તારમાં ગેંગરેપ થયો હોવાનો આક્ષેપ મરનારના પરિવારે કર્યો હતો. મિત્તલે મિડિયા સાથે વાત કરતાં કહૃાું હતું કે પોલીસે સંબંધિત પરિવારની ફરિયાદ નોંધી લીધી હતી અને ત્રણ શકમંદોની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. આ આરોપીઓની ઓળખ કિશન ઉપાધ્યાય, આશિષ અને સતીશ તરીકે અપાઇ હતી.

કિશન ઉપાધ્યાય ગામના પ્રધાનનો પુત્ર છે. આ ત્રણેને પોક્સો અને એસસી-એસટી એક્ટ હેઠળ પકડવામાં આવ્યા હતા. મરનાર કિશોરીના પરિવારે પોતાનો આક્ષેપ પકડી રાખ્યો હતો કે પોલીસે સમયસર ફરિયાદ ન લીધી એટલે કિશોરીએ જીવ ટૂંકાવ્યો હતો. વળતાં પોલીસે એવો દાવો કર્યો હતો કે પોસ્ટમોર્ટમમાં બળાત્કાર થયો હોવાના આક્ષેપને સમર્થન મળ્યું નહોતું. સંબંધિત પરિવારે પોલીસમાં ફરિયાદ પણ લખાવી નહોતી. આજે એ કિશોરીના અંતિમ સંસ્કારની જાહેરાત થતાં જ ગામ તરફ મોટી સંખ્યામાં લોકો ઊમટી રહૃાા હતા.