ચાલુ બસે ડ્રાઇવરને એટેક આવતા મુસાફરોને સુરક્ષિત ઉતાર્યા ખુદ મોતને ભેટ્યા

વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે. વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિૃની-૦૩ એપાર્ટમેન્ટની સામે રહેતા અને મૂળ અમરેલીના ચક્કરગઢના દૃેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(૩૭) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા.

શનિવારે સાંજે તેઓ સોમેશ્ર્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિૃર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દૃુખાવો થતાં તેમણે બસ સાઈડમાં ઊભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સૂઈ ગયા હતા. સુપરવાઈઝરે જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દૃોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દૃોડી ગઈ હતી અને તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે. બીઆરટીએસ સેલના ઈન્ચાર્જ અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે સોમેશ્ર્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતાં તેણે બસ કંટ્રોલ કરી સાઈડમાં લઈ લીધી હતી. ત્યાર બાદૃ ડ્રાઈવરનું મોત થયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.