ગુજરાતમા જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી વેક્સિન આવશે: મુખ્યમંત્રી રૂપાણી

કોરોના વેક્સિન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમા જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી વેક્સિન આવશે. હાલમાં નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. વડોદરામાં સરદાર ધામ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ વડોદરા સરદાર ધામનું ખાતમુહૂર્ત કર્યું છે. અમદાવાદ બાદ વડોદરામાં પણ સરદાર ધામ બનશે.

૧૦૦ કરોડનાં ખર્ચે સરદારધામ નિર્માણ પામશે. વડોદરામાં પાટીદાર સમાજનું વિશાળ સંકુલ બનશે. વડોદરા નજીક અણખોલ ગામે વિશાળ સંકુલ બનશે. ૫ લાખ ચોરસ મીટર જગ્યામાં ભવ્ય સરદારધામ બનશે . હોસ્ટેલ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ગેસ્ટ હાઉસ બનશે. આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ લોકોએ ગરબા નહી કરવાનો નિર્ણયને આવકાર્યો હતો અને કહૃાું હતુ કે, આવતા વર્ષે વધુ ઉત્સાહ સાથે ધામધૂમથી ગરબા કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW