ગુજરાતમાં ‘નમસ્તે ટ્રમ્પથી કોરોનાનું આગમન અને ‘નમસ્તે ભાઉથી કોરોના ઘર-ઘર પહોંચ્યો

કોંગ્રેસ પ્રદૃેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસની વર્ચ્યુઅલ આક્રોશ રેલી યોજી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના જાણીતા નેતાઓ ભાગે લીધો હતો. અમિત ચાવડાએ આ દરમિયાન રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહૃાું કે દેશ અને રાજ્યમાં ભાજપની સરકારના કારણે લોકોને અન્યાય અને અત્યાચાર થયો છે. દેશના લોકો હાલ આક્રોશમાં છે. ચાવડાએ કહૃાું કે ગુજરાતમાં સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. પાક વીમો મેળવવા ખેડૂતોઓએ લાંબી લડત લડી પણ પરિણામ શૂન્ય રહૃાું.

જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહૃાું કે, ‘નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાનું આગમન થયું હતું અને નમસ્તે ભાઉથી કોરોના ઘર-ઘર પહોંચ્યો. કોરોનામાં સરકાર પાસેથી આરોગ્ય સુવિધા મળવાની આશા નિષ્ફળ રહી છે. તથા મુસીબતના સમયમાં ભાજપના મળતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના મળતિયાઓએ મહામારીમા માસ્ક, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ખીચડી કૌભાંડો કર્યા છે. ભાજપના નેતાઓએ મહામારીના સમયમાં પણ કૌભાંડ કર્યું. આ દૃરમિયાન ચાવડાએ કહૃાું કે,

ખેડૂતો રસ્તા પર ઉતર્યા, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો પણ સરકારને કોઈ અસર ના થઇ. બધા જ વર્ગના લોકોના અવાજને સરકાર સામે લાવવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ચાવડાએ વધુમાં કહૃાું કે, ભાજપ રૂપી કોરોનાને ગુજરાત જાકારો આપશે. ગુજરાતના ખેડૂત, વાલીઓ અને બેરોજગારોએ વેક્સીન શોધી લીધી છે. આગામી ચૂંટણીમાં એ વેક્સીન થકી ભાજપને જાકારો આપશે. પેટા ચૂંટણી કોણા પાપે આવી છે તે અંગે પ્રજા પ્રશ્ર્ન પુછે. પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટુને જાકારો આપજો અને પ્રશ્ર્ન પૂછજો કેમ પાર્ટી છોડી?