Monday, January 25, 2021
Home GUJARAT કોરોનાને કારણે ૧૬૫ વર્ષ જૂની ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી

કોરોનાને કારણે ૧૬૫ વર્ષ જૂની ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી

કોરોનાને કારણે ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી છે. કોરોના મહામારીને કારણે છેલ્લા ૧૬૫ વર્ષથી સતત ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ખાતે દિવાળીના દિવસે માતાજીના ફૂલોના ગરબા તથા જાહેર મેળાવડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પરિસ્થિતિ જોઇને ૧૫ નવેમ્બરે ગરબા અને મેળો યોજવો કે નહીં તેને લઈ નિર્ણય લેવા અંગે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. પરંતુ શિયાળો આવતા જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે, ફરી એકાએક કેસો અને ગ્રામજનોની સલામતીને ધ્યાને રાખી ધોળાકુવા – શબ્દલપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા આ વર્ષે તમામ આયોજનો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

શબ્દલપુરા ગ્રામ પંચાયતે પત્ર લખીને જણાવ્યું કે, આ સાથે જ કોઇપણ સ્ટોલ કે દુકાન પણ એ દિવસે ખુલ્લી ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ સ્થાનિકો અને દિવાળીના દિવસે બહારથી ગામમાં આવતા મહેમાનોને પોતાના ઘરેથી જ માતાજીની આરતી અને આરાધના કરવાની વિનંતી કરાઈ છે. ધોળાકુવા ગામમાં દિવાળીના તહેવારોમાં ગામમાં રાંગણી માતાજીના બાધા માનતાના ૩૫ ફુટ ઉંચા અને ૨૦ ફુટ પહોળા ફુલોના ગરબા બનાવવામાં આવે છે.

દરરોજ ફુલોના ગરબાને માઇભક્તો માથે લઇને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. ગામના પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો દ્વારા આ ગરબા યોજાય છે. જેમાં સમગ્ર ગામને રોશનીથી શણગારાય છે. આ માતાજી માટે લોકો માનતા પણ માને છે, જેથી આ દિવાળીને દિવસે ગુજરાતભર અને દેશવિદેશના લોકો અહી પોતાની બાધા પૂરી કરવા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.