કોરોનાને કારણે આ વર્ષે પેંડાનાં વેચાણમાં ૭૦ ટકાનો ફટકો

રાજકોટના પેંડાનું નામ પડે એટલે સૌકોઈનાં મોઢામાં પાણી આવી જાય. વિશ્ર્વભરના લોકોની દાઢે વળગેલા રાજકોટના પેંડાને આ વર્ષે કોરોના મહામારીએ ગ્રહણ લગાવી દીધું છે. રાજકોટમાં આવતા લોકોને શેરી-શેરીએ એક પેંડાની દુકાન અવશ્ય જોવા મળે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહૃાા છે. ત્યારે પેંડા અને મીઠાઈના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહૃાો છે. દર વર્ષે દિવાળીએ વેપારીઓ અગાઉથી જ પેંડાનો સ્ટોક કરી રાખતા, પરંતુ આ વર્ષે વેપારીઓ ઓર્ડર મુજબ જ પેંડા બનાવી રહૃાા છે.

દર વર્ષે દિવાળીએ કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે ૭૦ ટકાનો ફટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ લાઈટ બંધ હોવાથી વિદેશ પેંડા જતા બંધ થયા છે. રાજકોટના પ્રખ્યાત જય સીયારામ પેંડાના માલિકએ જણાવ્યું હતું કે મારી ૭૫ વર્ષ જૂની પેઢી છે. કોરોનાને કારણે દર વર્ષ કરતાં આ વર્ષે ૫૦ ટકા જ ઘરાકી છે. અત્યારે આઉટસાઈડ ગોઈંગ બધું જ બંધ છે. સામાન્ય રીતે અમારો વેપાર બહારગામ માટે વધારે હોય છે. અમારા પેંડા વિદેશ પણ જાય છે. લોકો ભારતમાંથી વિદેશ જાય એટલે ૨-૫ કિલો પેંડા લેતા જ જાય છે, પરંતુ હાલ ઈન્ટરનેશનલ લાઈટો બંધ છે, આથી ધંધાને ફટકો પડ્યો છે.

લોકો બહારગામ જતા ડરે છે એટલે બધું જ બંધ છે. જયંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીને કારણે લોકો મીઠાઈનો ઉપયોગ કરતા નથી. ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમારા પેંડાનો સ્વાદ એવો છે કે કોઈપણ વ્યક્તિ એક વખત ચાખી જાય પછી બીજાના પેંડા ખાય તો તરત જ કહી દે કે જય સીયારામ જેવા પેંડા નથી. અત્યારે લોકોની આવક પણ બહુ નથી, એટલે લોકો લેવા-દેવામાં ઉપયોગ કરતા હોય એ સદૃંતર બંધ છે. કોરોના મહામારીમાં રાજકોટમાં પેંડાબજારમાં ૭૦ ટકા જેટલો ફટકો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW