કોંગ્રેસના નેતાએ યુવતી પર સાત વર્ષ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના નેતાએ યુવતી પર સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, તલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા રાજુ શાહે સાત વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. રાજુ શાહે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા સાત વર્ષથી રાજુ શાહ યુવતી સાથે કપટથી લગ્ન કરીને બળાત્કાર ગુજારતો હતો.

આ સાત વર્ષ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો છે. જ્યારે એકવાર રાજુ શાહે બળજબરીથી એબોર્શન પણ કરાવ્યું હોવાનો આક્ષેપ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. યુવતીએ તલોદ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાજુ શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીએ ખોટા લગ્ન કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસના નેતાએ ફરિયાદી સાથે અવાર-નવાર બળજબરીથી મરજીવિરુદ્ધ શરીર સુખ માંણ્યું હતું.

એટલું જ નહીં, જોગણીતાના મંદિરમાં લઈ જઈ કપટપૂર્વક માંગ ભરી મંગળસૂત્ર પહેરાવી પરાણે પત્ની બનાવી હતી. તેમજ વારંવાર પરાણે શારીરિક સંબંધથી તે એક બાળકની માતા પણ બની હતી. તેમજ બીજી વખત ગર્ભવતી થતાં પરાણે એબોર્શન કરાવી દીધું હતું અને યુવતી સાથે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW