Sunday, January 17, 2021
Home Female એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણિતાના પતિની તેની નજર સામે જ હત્યા...

એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણિતાના પતિની તેની નજર સામે જ હત્યા કરી

સુરત માં ૨૪ કલાકમાં વધું એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીના મોબાઇલ ફોન પર બબ્બે વખત કોલ કરી હેરાન કરનારને પરણિતાનો પતિ ઓળખી જતા પરિચિત ને ઠપકો આપનાર પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો. જોકે કારખાના માલિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ ટૂંકી સારવાર બાદૃ કરુંણ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતમાં સતત દરોજ હત્યા અને હત્યના પ્રયાના ગુના દાખલ થઈ રહૃાા છે, ત્યારે ગતરોજ એકજ દિવસમાં પોલીસ ચોપડે હત્યાની બીજી ઘટના નોંધાઈ છે. સુરતના કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામી પોતાના પરિવાર સાથે અમરોલી વિસ્તારમા આવેલ કોસાડ આવાસમાં રહે છે.

જોકે આ કારખાના મલિક એવા રામુનીની પત્ની કવિતાના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહૃાું હતું. પરંતુ કવિતાએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતા કવિતાએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુન: કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહૃાું હતું.
પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો.

જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો.આ બાબતની અદૃાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતા. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતા વેંત આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.