Friday, January 22, 2021
Home GUJARAT ઉડતા ગુજરાત: ગાંધીનગરમાંથી ૭.૫૦ લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ઉડતા ગુજરાત: ગાંધીનગરમાંથી ૭.૫૦ લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

આજની યુવાપેઢીને નશાને રવાડે ચઢાવવા માટે આજકાલ મોટા ષડયંત્રો થઈ રહૃાા છે. મોટા ભાગના કાવતરામાં પોલીસને પર્દાફાશ કરવામાં સફળતા પણ મેળવી છે. ત્યારે હાલ રાજ્યના પાટનગર ગાંધીનગર સેક્ટર ૨માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. એમડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

એસઓજી પોલીસે રૂપિયા ૭.૪૭ લાખની એમડી ડ્રગ્સની ૧૫૧ ગોળી જપ્ત કરીને ઋષિક દવે નામના શખ્સને ઝડપ્યો છે. પોલીસની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદમાં મોટેરાના પીયુષ સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર ૭ પોલીસમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ થયો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ગાંધીનગર એસઓજી પોલીસે ઝડપ્યો હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસે એમડી ડ્રગસની ૧૫૧ ગોળીઓ સાથે સેક્ટર ૨ માંથી રુષિક દવે નામના આરોપીને રંગેહાથે ઝડપ્યો છે. તેની પાસેથી મળેલો કુલ મુદ્દામાલમાં ૭,૪૭,૫૦૦ની કિંમતની ગોળી, મોબાઈલ કાર સહિત કુલ ૧૦, ૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોટેરાના પીયુષ સાલ્વીએ મુદ્દામાલ મોકલ્યો હોવાનુ સામે આવતા તેની સામે પણ સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

રેકોર્ડ હાઇ પર શેરબજાર બંધ : સેન્સેક્સમાં ૩૯૩ પોઇન્ટનો ઉછાળો, નિટી ૧૪૬૦૦ને પાર

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા તેજી જોવા મળી છે. તેથી શેરબજારમાં ખુશી છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ +૩૯૩.૮૩ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના...

Recent Comments

× Get Now Free E-Newspaper.