આજવા રોડ પર ટુ-વ્હીલરની લૂંટ ચલાવી ૪ લૂંટારૂ ફરાર

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સયાજીપાર્ક પાસે ધોળે દિૃવસે લૂંટની ઘટના સામે આવી છે. રિક્ષામાં ધસી આવેલી ટોળકીએ સયાજીપાર્ક પાસે રોડ પરથી પસાર થઇ રહેલા ટુ-વ્હીલર વાહન ચાલકને આંતરીને ટુ વ્હીલર વાહનની લૂંટ ચલાવી હતી અને ટોળકી લૂંટ ચલાવીને ફરાર થઇ ગઇ હતી. આ મામલે બાપોદૃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ નોંધાઇ છે. બાપોદૃ પોલીસે ૪ અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદૃરા શહેરના આજવા રોડ પર આવેલા દૃત્તનગરમાં રહેતા કિશોરભાઇ દૃેસાઇ પાણીગેટ ફાયરબ્રિગેડમાં નોકરી કરે છે અને પાર્ટ ટાઈમ ક્રિષ્ના બસ સ્ટેન્ડની સામે આમલેટની લારી ચલાવે છે. સોમવારે તેઓ આમલેટની લારી ઉપર હતા, તે સમયે લારી ઉપર કામ કરતો રાકેશ ખટિકને પોતાનું ટુ-વ્હીલર વાહન આપીને ઘરે ચટણી તથા ઇંડા લેવા મોકલ્યો હતો. કારીગરે જણાવ્યું હતું કે, સયાજીપાર્ક પાસે અંબિકા દૃર્શન સોસાયટીના નાકે ૪ અજાણ્યા ઇસમો ઓટો રીક્ષામાં ઘસી આવ્યા હતા જે પૈકી એક શખ્સ રીક્ષામાંથી નીચે ઊતર્યો હતો અને મારૂ ટુ-વ્હીલર વાહન ઉભુ રાખીને મને ધક્કો મારી નીચે પાડી દૃીધો હતો. અને ટુ-વ્હીલર લઇને વિનય સોસાયટી તરફ નાસી છૂટયો હતો, ત્યારબાદૃ ઓટો રીક્ષામાં સવાર અન્ય ત્રણ શખ્સ પણ નાસી છૂટ્યા હતા.

લૂંટારૂઓની રીક્ષાની આગળ અને પાછળ નંબર પ્લેટ લગાવેલી નહોતી. બાપોદૃ પોલીસે ફરિયાદૃના આધારે ૨૦ હજારની િંકમતના ટુ-વ્હીલરની લૂંટ ચલાવનાર ૪ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.