આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

વિશ્ર્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહૃાો છે, થોડા સમય અગાઉ વિશ્ર્વની નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી. રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ મથક ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આઈપીએસ અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળતા હડકંપ મચી જવા પામી છે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આપોઆપ તેમના ફેક આઈડી માંથી મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળવા લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલ હાલ દિૃલ્હીમાં ડેપ્યૂટેશન પર છે.

તેઓ અમદૃાવાદ જોઈન્ટ.પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. રોજના દસ હજાર કરોડ મેસજનું આદૃાન પ્રદૃાન અને સો કરોડ સ્ટોરીઝને જે પ્લેટફેર્મ પરથી શેર કરવામાં આવતી હોય અને સાથે જ ૨૬૫ કરોડ એક્ટિવ યૂઝર ધરાવતી વર્લ્ડની નંબર એક સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર છેલ્લા કેટલાય સમયથી સાઈબર હુમલા વધી રહૃાા છે. જેમાં ખાસ કરીને એકાઉન્ટ હેક કરવું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફેસબુકના માધ્યમથી પાસવર્ડ પણ ચોરવાનો પ્રયત્ન થાય છે, ત્યારબાદ એકાઉન્ટ રિલીઝ કરાવવા માટે પણ ખંડણી માંગવામાં આવે છે. ૭ જુલાઈ ૨૦૨૦ના આંકડા મુજબ માત્ર ભારતમાં ફેસબુક યૂઝર્સની સંખ્યા ૨૯ કરોડની આસપાસ છે. જે આખી દૃુનિયામાં સૌથી વધુ છે અને સતત વધી રહી છે.

તેથી સાઈબર અપરાધીઓ લોકોને છેતરવા માટે સતત નવા હથકંડા અજમાવે છે. સાથે જ આ તેમની એક ચોક્કસ પ્રકારની મોડસ ઓપરન્ડી પણ કહી શકાય કે જે બાજુ સૌથી વધુ માણસો જોવા મળે ત્યાં તેમના દ્વારા સાઈબર હુમલા વધી જાય છે. આજના સમયમાં લોકો ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ કરી રહૃાા છે. પરંતુ સાથે જ ટેક્નોલોજીના સુરક્ષિત ઉપયોગ સંદૃર્ભે અજાણ છે. ભારતમાં ૨૯ કરોડ ફેસબુક યૂઝર માંથી માત્ર ૧૪ ટકા યૂઝર્સ જ સુરક્ષાના નિયમોનું ચોક્કસતાથી પાલન કરે છે. પરિણામે ૨૩ કરોડ યૂઝર્સ સુરક્ષા પાસાઓથી વંચિત છે. પરિણામે તેમના ફેસબુક એકાઉન્ટને હેકર્સ સૌથી પ્રથમ ટાર્ગેટ બનાવે છે. તો ખાસ કરીને સલામતી પર જો પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે તો આવા સાઈબર એટેકને અટકાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.