અરવલ્લીમાં ઘરમાં ઘૂસી એક સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ

દુષ્કર્મની ઘટનાઓથી દૃેશ આખામાં વિરોધ પ્રદર્શનો ચાલી રહૃાા છે. ત્યારે ગુજરાતમાં પણ એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જામનગર અને સાબરકાંઠામાં થયેલ દુષ્કર્મની ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યારે અરવલ્લીમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે.

અરવલ્લીમાં ઘરમાં ઘૂસી એક સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સગીરાએ પ્રતિકાર કરતા યુવકે આવેશમાં આવી ગયો અને યુવતીને ચપ્પુના ઘા ઝીંક્યા હતી. ગંભીર રીતે ઘાયલ સગીરા મોડાસા સારવાર હેઠળ લઇ જવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીમાં વધુ એક સગીરા પર દુષ્કૃત્યના પ્રયાસની ઘટના બની હતી. સગીરાના ઘરમાં પ્રવેશી પરણિત યુવકે સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મના પ્રયાસને સગીરાએ પ્રતિકાર કરતા યુવકે ચપ્પા ના ઘા ઝીંક્યા હતા. જોકે આ દરમિયાન સગીરાએ બુમાબુમ કરતા માતા પિતા જાગી જતા નરાધમ ભાગી છૂટવામાં સફળ થયો હતો.

પરિવારજનો આવી જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરાને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દૃાખલ કરવામાં આવી હતી. આ મામલે સગીરાના પિતાએ મુલોજના ડેરા ડુંગરી ગામના યુવક વિરુદ્ધ ફરિયાદૃ નોધાવી છે. માલપુર પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.