અરવલ્લીની મેઘરજ પોલીસે કારમાંથી ૩૮ હજારના દારૂ સાથે ૩ લોકોની કરી ધરપકડ

જિલ્લાની મેઘરજ પોલીસે બુધવારની મોડી રાત્રે ઉદેપુરના એક યુવતી સહિત ત્રણ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી કારની તલાસી લેતા કારના હેન્ડબ્રેકની નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલ ૩૮ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે યુવતી સહિત બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓએ પોલીસને શંકા ના જાય તે માટે સાથે રાખી હતી યુવતી અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે બાતમીની આધારે મેઘરજના કાલીયાકુવા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદૃ પસાર થતી સ્વીટ કારને અટકાવી તપાસ કરતા કારમાં હેન્ડબ્રેક અને શીટ નીચે ગુપ્ત ખાનામાં રૂ.૩૮૯૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૨૧ નંગ બોટલ અને પાઉચનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમા સવાર એક યુવતી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ અને કાર મળી કુલ રૂ. ૩,૪૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી યુવતી સહિત બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીઓ વિરૂદ્વ ઈ-ગુજકોપ પોકેટમાં તપાસ કરતા એક આરોપી વિજયસીંગ દેવડા સામે અગાઉ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હતો. તે ફરાર હતો. જેથી મેઘરજ પોલીસને વધુ એક ગુન્હો ઉકેલવામાં સફળતા મળી મળી હતી.