અમિત ચાવડાએ અક્ષય પટેલ પર ૫૨ કરોડથી વધુમાં વેચાયાનો આરોપ લગાવ્યો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહૃાા છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ભાજપ પર ખરીદ વેચાણના મુદ્દા પર અટક્યું છે. કરજણ બેઠક પર ફરી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પક્ષપલ્ટો કરનાર અક્ષય પટેલ પર મોટો આરોપ લગાવ્યો છે. અક્ષય પટેલ પર રૂપિયા ૫૨ કરોડથી વધુમાં વેચાયાનો આરોપ લાગ્યો છે. ચાવડાએ જણાવ્યું કે ભાજપના ખરીદૃ  વેચાણના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આજે દરેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે આ ચૂંટણી કેમ આવી? તેના પાછળનું કારણ ભાજપ છે. ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે.

અમિત ચાવડાએ ઉમેર્યું કે, ભાજપના ખરીદ વેચાણના કારણે આજે પેટા ચૂંટણી આવી છે. જેમાં જનતાના રૂપિયાનો બગાડ થઈ રહૃાો છે. અક્ષય પટેલ ૫૨ કરોડથી વધુમાં વેચાયા છે. ભાજપને અક્ષર પટેલને લેવાથી ૫૨ કરોડથી વધુ લાભ થયો હશે એટલે તેઓ ત્યાં ગયા. પરંતુ વેચાયેલા ધારાસભ્યોઓએ જનતા સાથે દ્રોહ કર્યો છે. તેમને જનતા ક્યારેય માફ નહીં કરે. અક્ષય પટેલને ખેડૂતોની ચિંતા હોત તો પક્ષપલટો ના કરત. હવે કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો પક્ષપલટો કરશે કે કેમ તે સવાલ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા.