અમદાવાદમાં ચીકનગુનિયા રોગે ફરી માથું ઉંચક્યું, લોકોમાં ચિંતા

કોરોના સામે લડી રહેલા અમદાવાદીઓ સામે વધુ એક આફત ઉભી થઇ છે. અમદાવાદમાં ચીકનગુનિયા રોગે ફરી માથું ઉંચક્યું છે. શહેરમાં ચીકનગુનિયાના કેસ બિલાડીના ટોપની માફક વધી રહૃાા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ચીકનગુનિયાના કુલ ૫૫૦ કેસ નોંધાયા છે. પરંતુ તે પૈકી ૩૩૦ કેસ એકલા ઓક્ટોબરમાં જ સામે આવતા તંત્ર દોડતું થયું છે. એક તરફ અમદાવાદીઓ કોરોનાની મહામારી સામે લડી રહૃાા છે. તો બીજી તરફ શહેરમાં ચીકનગુનિયાના રોગો સતત વધી રહૃાા છે. તંત્રની ઢીલી કામગીરીને કારણે શહેરીજનો ચીકનગુનિયાનો ભોગ બની રહૃાા છે.

કોરોનાની કામગીરીમાં વ્યસ્ત આરોગ્ય વિભાગ ચીકનગુનિયાને નાથવામાં નિષ્ફળ નીવડ્યું છે. જાન્યુઆરીથી લઇને ઓક્ટોબર સુધીના ૧૦ મહીનામાં ચિકનગુનિયાના કુલ ૫૫૦ કેસ નોંધાયા છે. પરંતુ તે પૈકી ૩૩૦ કેસ છેલ્લા ઓક્ટોબરમાં જ નોંધાયા છે. ગત વર્ષે ચિકનગુનીયાના ઓછા કેસ હતા ત્યારે ડેંગ્યુએ હાહાકાર મચાવ્યો હતો. ગત વર્ષે ડેન્ગ્યુના ૪ હજાર ૫૦૦ કેસ નોંધાયા હતા તો ચિકનગુનિયાના ૩૫૧ કેસ નોંધાયા હતા. પરંતુ આ વખતે ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયાના કેસો વધ્યા છે. ચાલુ વર્ષે ચિકનગુનિયાના કેસ પર નજર કરીએ તો. જાન્યુઆરીમાં કુલ ૨૩ કેસ નોંધાયા. જ્યારે કે ફેબ્રુઆરીમાં ૭ અને માર્ચમાં ૧૧ કેસ નોંધાયા.

જે બાદ લોકડાઉનને કારણે ચિકનગુનિયાના કેસોનું પ્રમાણ ઓછું રહૃાુ. એપ્રિલમાં ૬ કેસ. મે મહિનામાં ૧ કેસ. તો જૂન મહિનામાં એક પણ કેસ નહોતો નોંધાયો. ત્યાર બાદ જુલાઇમાં ૩ કેસ. ઓગસ્ટમાં ૨૦ કેસ. સપ્ટેમ્બરમાં ૧૨૫ કેસ અને ઓક્ટોબરમાં ૩૩૦ કેસ નોંધાયા. જો કે આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ એકમોનું ચેકિંગ કરાય છે તેમજ ફોગીંગ અને દવાનો છંટકાવ પણ કરાય છે. પરંતુ જે રીતે શહેરમાં ચિકનગુનીયાના કેસો વધ્યા છે તે બતાવે છે કે તંત્રની કામગીરી કત નામ પૂરતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW