અમદાવાદના ખાડિયામાં તોડ કરવા આવેલી મહિલા પોલીસ ગેંગનો થયો પર્દાફાશ

અમદાવાદ ખાડીયામાં તોડ કરવા આવેલી નકલી મહિલા પોલીસ ગેંગનો પર્દૃાફાશ થયો છે. ચારેય મહિલાઓ નકલી પોલીસ બની ખાડિયામાં એક મહિલાના ઘરમાં ઘૂસી હતી. જ્યાં મહિલાઓ પર દેહ વેપારનો આરોપ લગાવીને રૂપિયા ૩૦ હજારની માંગણી કરી હતી. ઘરમાં ઘુસેલી મહિલાઓએ મોઢા પર દુપટ્ટો લગાવ્યો હતો. જો કે તેમની વર્તણૂંક ઉપર શંકા જતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસે પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર અને દિપાલી પરમારને ઝડપી પાડી હતી. આ મહિલાઓએ અગાઉ નકલી પોલીસ બનીને કોઈ તોડ કે ખંડણી ઉઘરાવી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. અહીં મહત્વનું છે કે તોડ કરવા આવેલી નકલી મહિલા પોલીસ પૈકી એક આરોપી મહિલા ફરિયાદીના સંપર્કમાં હતી.

ફરિયાદીના પતિના મૃત્યુ બાદ નાના બાળકોનું ગુજરાન ચલાવવા દેહ વેપારના ધંધા સાથે જોડાઈ હતી. જેની માહિતી આ મહિલાને હતી. જેથી પૈસા પડાવવા માટે આ મહિલાઓ નકલી પોલીસ બનીને ફરિયાદીના ઘરે પહોંચી હતી. જો કે દેહ વેપારનો ધંધો છોડી દીધો હોવાનું કહૃાા બાદ પણ નકલી મહિલા પોલીસ રોફ જમાવ્યો હતો. પોલીસે નકલી ચાર મહિલા પોલીસની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.