મુંબઇમાં નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ, કુલ ૯ની ધરપકડ

ગેંગમાં ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશયન સામેલ

ક્રાઇમ બ્રાન્ચ એ મુંબઇમા નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરવાનો કાળો ધંધો કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી હતી. આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સાત મહિલાઓ અને બે પુરુષ સામેલ હતા. આ ગેંગમાં એક ડોક્ટર અને એક નર્સ અને લેબ ટેકનિશયન સામેલ હતા. આરોપીઓ પૈકી બે આરોપી શિશુના જન્મદાતા હતા અને એક આરોપી ખરીદદાર હતો.

ક્રાઇમ બ્રાન્ચએ આપેલી જાણકારી મુજબ આ ગેંગ બાળકોના જન્મદાતાઓ પાસેથી શિશુઓને ૬૦ હજારથી દોઢ લાખ રુપિયા સુધીમાં ખરીદૃી લેચા અને ૩ લાખ રુપિયા સુધી એવા દંપતિને વેચતા જેઓ નિસંતાન હતા.

સ્થાનિક પોલીસની માનીએ તો ધરપકડ કરાયેલ ડોક્ટર, નર્સ અને લેબ ટેકનિશયન આ ગેંગના મુખ્ય સૂત્રધાર હતા. આ એવા લોકોને શોધી લાવતા જેઓ નિસંતાન હતા અને બાળ પ્રાપ્તિ માટે તરસી રહૃાા હતા. આ કેસમાં એવા લોકો પણ સામેલ હતા જેઓ બાળકોના જન્મદાતા તો બની ગયા હતા, પરંતુ તેમનુ પાલન કરી શકવામાં અસક્ષમ હતા.
ક્રાઇમ બ્રાન્ચ એ શરુઆતની તપાસમાં એવા ત્રણ શિશુઓનો પત્તો લગાવ્યો હતો જેઓનું આ ગેંગ દ્વારા ખરીદ-વેચાણ કરાયું હતું.