ટીએમસીને વધુ એક ફટકો: ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં જોડાયા

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલ પાથલ તેજ બની છે. ત્યારે આ બધા વચ્ચે મમતા બનર્જીને વધારે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારી ભાજપામાં જોડાયા બાદૃ હવે પાર્ટીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે. આ ધારાસભ્યનું નામ અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ પષ્ચિમ બંગાળની શાંતિપુર વિધાનસભા સીટના ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સતત પશ્ર્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી વિજેતા થવાનો દાવો કરી રહી છે. જેના ભાગરુપે જ તેઓ ટીએમસીના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહૃાા છે.

અરિંદમ ભટ્ટાચાર્યનો સમાવેશ ટીએમસીના યુવાન અને પ્રતિભાવાન નેતાઓમાં થાય છે. જો કે અરિંદમે પોતાના રાજનૈતિક કરિયરની શરુઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી.

વ્યવસાયે વકિલ વા અરિંદમ પશ્ર્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પમ રહી ચુકયા છે. તેઓ ૨૦૦૧થી ૨૦૧૭ સુધી કોંગ્રેસમાં હતા અને ૨૦૧૭માં તેઓ ટીએમસીમાં જોડાયા હતા.


૨૦૧૬ના વર્ષમાં જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીની લહેર હતી, તે સમયે અરિંદમે કોંગ્રેસની ટિકિટ પર શાંતિપુરમાં જીત મેળવી હતી. જેના એક વર્ષ બાદ જ તેઓ ટીએમસીમાં જોડાયા હતા. પહેલા શુભંદુ અધિકારી અને હવે અરિંદમે સાથ છોડતા મમતા માટે મુશ્કેલી તો ઉભી થઇ છે.