જાફરાબાદના દરિયામાં બોટ પથ્થર સાથે અથડાતા બે ટુકડા: આઠ ખલાસીનો બચાવ

જાફરાબાદના દરિયામાં એક બોટને અકસ્માત નડ્યો હતો. જાફરાબાદના બંદરથી ૨ નોટિકલ માઇલ દુર દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટ પથ્થર સાથે અથડાઈ હતી. આથી ટંડેલે બોટના કંટ્રોલ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બોટ પથ્થર સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા હતા. બોટમાં ૮ ખલાસી સવાર હતા. જેમાં બે ખલાસીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

બોટનો અકસ્માત થતા જ ખલાસીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. ઘટનાની જાણ થતા આસપાસમાંથી અન્ય બોટના ખલાસીઓ દોડી આવ્યા હતા અને તમામ ખલાસીનો જીવ બચાવ્યો હતો. જ્યારે બે ખલાસીને ઇજા પહોંચતા જાફરાબાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કાંઠા પર અન્ય બોટો પણ હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી

બોટમાં ટેકનિકલ ખામી આવતા દરિયામાં પથ્થર સાથે અથડાઇ હોવાનું પ્રાથમિક તારણ છે. જાફરાબાદના દરિયામાં અવારનવાર બોટના અકસ્માતો થતા રહે છે. જો કે આ ઘટનામાં સદનસીબે તમામ ખલાસીના જીવ બચી જતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.