અમરેલીમાં ૨૦ વીઘા જમીનનાં માલિકે ભરબજારે એકસાથે સોનાની ૬ ચેઇન લૂંટી

અમરેલીમાં ભર બજારે સોનાનો ચેઈન લૂંટી નાસી છુટેલ ચોરને પોલીસે સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. પરંતુ ચોર પકડાયા બાદ પોલીસ પણ તેને આપેલી માહિતીથી ચોંકી ગઇ હતી. કારણ કે, આ ચોર ૨૦ વિઘા જમીનનો માલિક છે. અમરેલીમાં ટાવર પાસે આવેલ એમ વિઠ્ઠલદાસ નામની સોનાની દુકાનમાં ગોરીલા ખરીદવાના બહાને આવેલો એક અજાણ્યા શખ્સે છ સોનાના ચેન લૂંટી નાસી છૂટતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી કેમેરાની મદદથી અને નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો હતો અને મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ જાપ્તામાં મહેન્દ્રિંસહ દેવુભા વનાર (ઉંમર ૪૨) રહેવાસી, કમિયાળા તાલુકો ધોલેરાનું મૂળ હોય તે પોતાનું મોટરસાયકલ અને સોનાના છ ચેન લૂંટી ભાગી નીકળ્યો હતો.

દૃુકાનદારે અમરેલી પોલીસને જાણ કરી અને અમરેલી પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી આરોપીનું મોટરસાયકલ અને આરોપીના વર્ણનને આધારે ટ્રેસ કર્યું. તો તે અમરેલી બહાર નીકળી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ત્યારબાદ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર કરમટા અને એસઓજીની ટીમે જિલ્લા બહાર બોટાદ અને રાજકોટ જાણ કરતા આ મોટરસાયકલ અને આ શખ્શના વર્ણનના આધારે બોટાદના સીસીટીવી કેમેરામાં ટ્રેસ થતા બરવાળાથી તેને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી મહેન્દ્રિંસહ પાસે ૨૦ વિઘા જમીન ધરાવે છે અને તેના ઉપર ટ્રેક્ટરની લોનનું લેણું થઈ જતા તેમણે આ પગલું ભર્યું હોવાનું કબૂલાત આપી હતી.

આ ઉપરાંત અગાઉ પણ તેણે ૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ જવેલર્સ નામની દૃુકાનમાં પણ આ જ પ્રકારે ત્રણ ચેનની લૂંટ ચલાવી હોવાની કબુલાત આપી છે. હાલ તો અમરેલી સીટી પીઆઇ ચૌધરી આ અંગે વધુ તપાસ ચલાવી રહૃાા છે. અમરેલી શહેરમાં ગોઠવાયેલ સીસીટીવી કેમેરા અને પોલીસની સતર્કતાથી આ લૂંટના આરોપીને તાત્કાલિક પકડી મુદ્દામાલ કબજે કર્યો હોવાની ઘટનાથી સમગ્ર સુવર્ણ એસોસીએશન પોલીસનો આભાર માની રહી છે.