મમતા સરકારના રાજમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ચૂકવવા પડી રહૃાા છે: નડ્ડા

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ બર્ધમાનમાં એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત કરાવી

મમતાજી તમારી જમીન ખસી ચૂકી છે, પક્ષીઓ ખેતર ચણી ચૂક્યા છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ફરી એકવાર બંગાળના પ્રવાસે છે. પશ્ર્ચિમ બંગાળના બર્ધમાનમાં તેમણે એક મુઠ્ઠી ચોખા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન દ્વારા ભાજપ રાજ્યના લગભગ ૭૩ લાખ ખેડૂત સાથે જોડવાનું લક્ષ્યાંક છે.

નડ્ડાએ આ અવસરે ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહૃાું – મમતાના રાજમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ચૂકવવા પડી રહૃાા છે.

આ પ્રસંગે સભામાં સંબોધન કરતાં નડ્ડાએ કહૃાું હતું કે, મને આને અહીંયા આવવાથી ખૂબ જ ખુશી થઈ રહી છે, જ્યાં સ્વામિ વિવેકાનંદનો ઉછેર થયો હતો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે અહીં દેશને એક નવી દ્રષ્ટિ આપી હતી. શ્યામાપ્રસાદ મુખર્જીએ એક દેશ અને એક વિધાન માટે પોતાનો જીવ આપ્યો. તે મંદિરમાં પણ ગયા, જ્યાં ચૈતન્ય મહાપ્રભુએ દીક્ષા લીધી હતી.

આજે જ્યારે હું આવી રહૃાો હતો ત્યારે મેં જોયું કે તમે કેવી રીતે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. તે બતાવે છે કે મમતાનું જવાનું નિશ્ર્ચિત છે અને ભાજપનું આવવાનું નક્કી છે. તાલીઓનો અવાજ બતાવે છે કે બંગાળના લોકોએ ભાજપને આવકારવાનું મન બનાવી લીધું છે.

આજથી લઈને ૨૪ તારીખ સુધી કાર્યકરો ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાં જશે અને સૌગંધ લેશે કે ખેડુતોની લડત ભાજપના કાર્યકરો લડશે. અમે ગામે-ગામમાં ખેડુતો સાથે ભોજન પછી, તેઓ નિર્ણય લઈશું કે તેમની સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવીશું અને આગામી સરકાર માટેનો માર્ગ સાફ કરીશું. અહીંથી અવાજ લગાવીશું- મોદૃીજી આગળ વધો, ખેડૂત તમારી સાથે છે.

મમતાની સરકાર અને યુપીએ સરકારમાં, ખેડૂતો માટેનું બજેટ ૨૪ હજાર કરોડ હતું, અમે તેને વધારીને એક લાખ કરોડ કર્યું. સ્જીઁ માટે સ્વામિનાથન કમિશનના રિપોર્ટને અમલમાં મૂક્યો અને તેનો ખર્ચ દોઢ ગણો કર્યો.

સાંભળ્યું છે કે મમતાજીએ વડાપ્રધાનને કિસાન સન્માન નિધિ માટે પત્ર લખ્યો છે. હું તેમને કહેવા માંગુ છું કે અમારી સરકાર બનશે અને ખેડૂતોને કિસાન સન્માન નિધિ અમે આપીશું. મમતાજી તમારી જમીન ખસી ચૂકી છે, પક્ષીઓ ખેતર ચણી ચૂક્યા છે.