કોવિડ-૧૯: દેશમાં સક્રિય કેસ ૨,૨૦,૦૦૦થી ઓછા, ૪૪% દર્દીઓ હોસ્પિટલ્સમાં

દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં ૫૦,૦૦૦થી વધુ સક્રિય કેસ

કોરોના મહામારી સામેની લડતમાં ભારત સતત ઉભરતુ નજર આવી રહૃાુ છે. કેન્દ્ર સરકાર જ્યાં દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણના પહેલા તબક્કાની શરુઆત કરશે ત્યાં દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા અને નવા કેસ સતત ઓછા થઇ રહૃાા છે. મંગળવારે કોરોના સંક્રમણને મુદ્દે દૈનિક માહિતી આપતા કેન્દ્ર સ્વાસ્થ મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ ઘટીને ૨,૨૦,૦૦૦થી પણ ઓછા છે. એમાં પણ સક્રિય કેસમાંથી માત્ર ૪૪% કેસ હોસ્પિટલ્સમાં સારવાર હેઠળ છે જ્યારે ૫૬% સક્રિય કેસ હોમ આઇસોલેશનમાં છે.

સ્વાસ્થ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દૃેશમાં કોરોના સંક્રમણના દૈનિક સ્તરે સામે આવતા નવા કેસની સંખ્યા સોમવારે ૧૬૩૧૧ હતી, જે વિતેલા ૬ મહિનામાં સૌથી ઓછો આંકડો હતો. દેશમાં સંક્રમણના કુલ કેસ ૧,૦૪,૬૬,૫૯૫ છે જ્યારે મૃત્યુઆંક વધીને ૧,૫૧,૧૬૦ થયો હતો.

સેન્ટ્રલ હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે વધુ માહિતી આપતાં જણાવ્યું કે દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં ૫૦,૦૦૦થી વધુ સક્રિય કેસ છે.

તેમણે વેક્સીનેશન મિશન અને વેક્સીન પ્રાઇઝને લઇને માહિતી આપતાં કહૃાુ કે ફાઇઝરની વેક્સીનને અનેક દેશોમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી, જેના એક ડોઝની કિંમત ૧૪૦૦ રુપિયાથી વધુ છે. મોર્ડનાની વેક્સીનનો એક ડોજ ૨૩૦૦-૨૭૦૦ રુપિયાનો છે. ભારત સરકારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ વેક્સીનના ૧૧૦ લાખ ડોઝને એક ડોજ દીઠ ૨૦૦ રુપિયાના હિસાબે ખરીદવાનો કરાર કર્યો છે. બાયોટેક પાસેથી કેન્દ્રએ ૫૫ લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો હતો, જેમાંથી ૩૮.૫૦ લાખ ડોઝની કિંમત ૨૯૫ રુપિયા ડોઝ દીઠ રહેશે.