Thursday, January 21, 2021
Home General અમે સત્તા પર આવીશું તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન પોલિસી તુરંત રદ્દ કરીશું:...

અમે સત્તા પર આવીશું તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન પોલિસી તુરંત રદ્દ કરીશું: જો બાઇડન

ટ્રમ્પે ઘડેલી નીતિ બદલવામાં સમય લાગી શકે છે

ચૂંટણી ટાણે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે જો બાઇડને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમે સત્તા પર આવીશું તો ડોનાલ્ડ ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન પોલિસી તરત રદ કરીશું. પરંતુ હવે જ્યારે સત્તા ગ્રહણ કરવાનો સમય પાકી રહૃાો છે ત્યારે તેમણે સૂર બદલ્યો હતો અને કહૃાું હતું કે ટ્રમ્પે ઘડેલી નીતિ બદલવામાં સમય લાગી શકે છે.

ચૂંટણી પ્રચાર દૃરમિયાન બાઇડેને કહૃાું હતું કે ટ્રમ્પે વધુ પડતી સખત ઇમિગ્રેશન પોલિસી ઘડી હતી. અમે સત્તા પર આવતાં વેંત એ પોલિસી રદ કરીશું. ઇમિગ્રેશન પોલિસી બદલવી અમારી અગ્રતા રહેશે. પરંતુ હવે એમણે પોતાના સૂર બદલ્યો હતો અને કહૃાું હતું કે આગલા પ્રમુખે ઘડેલી નીતિ બદલાવવામાં સમય લાગી શકે છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહૃાું કે ઉતાવળ કરવાની પરિસ્થિતિ વણસી શકે છે. થોડા સમય પહેલાં મારા નીતિ વિષયક સલાહકારો સાથે અમે ચર્ચા વિચારણા શરૂ કરી હતી પરંતુ મને લાગે છે કે ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિ બદલાવવામાં થોડો સમય લાગી શકે ખરો. વધુ પડતી ઉતાવણ કરીને પરિસ્થિતિ વણસાવવાનો કશો અર્થ નથી.

તેમણે કહૃાું કે શરણાર્થીઓ અંગે મેક્સિકન રાષ્ટ્રપ્રમુખ અને લેટિન અમેરિકાના પ્રમુખ જેવા અમારા મિત્રો સાથે વાટાઘાટો ચાલી રહી હતી. એ પછી શરણાર્થીઓના મુદ્દે નિર્ણય કરીશું.

બાઇડનનો આ અભિપ્રાય એવા સમયે આવ્યો હતો જ્યારે અમેરિકામાં શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહૃાો હતો. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલના આંકડા મુજબ ઘુસણખોરી કરતાં પકડાયેલા અને ડિટેન્શનમાં લેવાઇ રહેલા લોકોની સંખ્યામાં ઓક્ટોબર પછી ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.