Wednesday, January 27, 2021
Home Gadgets પાકિસ્તાને ચીની એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવ્યો

પાકિસ્તાને ચીની એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવ્યો

ચીનના ફેંકેલા ટુકડાં પર જીવી રહેલા પાકિસ્તાને ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે. માત્ર ૧૦ દિવસમાં જ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે થૂંકેલું ચાટવાનો વારો આવ્યો છે. આ અગાઉ પાકિસ્તાને અશ્ર્લિલતા ફેલાવવાના આરોપમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો. પાકિસ્તાનના દુરસંચાર ઓથોરિટીએ પ્રતિબંધ હટાવવા અંગે જાણકારી આપતા કહૃાું કે, “ટિકટોકે તે તમામ યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે, જે અશ્ર્લિલતા અને અનૈતિક કાર્યોના પ્રસારમાં લિપ્ત હતા. આથી એપ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે છે.” પાકિસ્તાન સરકારનો આ નિર્ણય દૃર્શાવે છે કે તેનામાં ચીન વિરુદ્ધ પગલું ભરવાનું સાહસ જ નથી. જ્યારે પાકિસ્તાને ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે થોડા દિવસમાં જ આ પ્રતિબંધનું સૂરસૂરિયું થઈ જશે અને થયું પણ એવું જ.

ટિકટોક અંગે ટેલિકોમ ઓથોરિટીને સતત ફરિયાદ મળતી હતી. ચીની એપ પર અશ્ર્લિલતા ફેલાવવાનો આરોપ હતો. જેને ધ્યાનમાં રાખીને ૧૦ દિવસ પહેલા જ ટીકટોક પર પ્રતિબંધ મૂકાયો હતો. આ અંગે ઓથોરિટીએ એક નિવેદન બહાર પાડીને કહૃાું હતું કે એપને અનેક મહિનાથી ચેતવણી અપાઈ રહી હતી, પરંતુ કોઈ પગલું ન ભર્યું. આથી આ એપને દેશભરમાં બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે.

બાઈટડાન્સ કંપનીના ટીકટોક ને ભારત સહિત અનેક દેશો પહેલેથી પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. ભારતે સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને તે હજુ પણ કાયમ છે. પરંતુ પાકિસ્તાન માટે આ હિંમત દાખવવી મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાન ચીનના ફેંકેલા ટુકડા પર જીવે છે. ચીની કંપનીઓને ત્યાં કઈ પણ કરવાની મંજૂરી છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના કામમાં લાગેલા ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિક સાથે મારપીટ કરી હતી. ત્યારે પણ ઈમરાન ખાન સરકાર અને સેના ચૂપ બેઠા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.