પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને: ૬૦ રૂપિયા પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યો

પાડોશી દૃેશ પાકિસ્તાનમાં મોંઘવારીનો માર વધતો જઈ રહૃાો છે. હાલત એ છે કે, હવે ઘઉંની કિંમત આકાશને સ્પર્શી રહી છે અને ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી દૃીધા છે. પાકિસ્તાનમાં હાલ ઘઉંના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે રેટ છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર તરફથી તમામ પ્રયાસો બાદૃ પણ િંકમત ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલો નીચે આવી રહી નથી.

પાકિસ્તાની મીડિયામાં ખબરો અનુસાર, છેલ્લા વર્ષે ડિસેમબ્રમાં પણ આવી જ પરિસ્થિતિ હતી, જ્યારે ઘઉંને લઈને અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. અને હવે ફરીથી આ વર્ષે ઓક્ટોબરમાં પણ તેવી જ પરિસ્થિત છે. રિપોર્ટમાં દૃાવો કરાયો છે કે, ડિસેમ્બર સુધીમાં હાલત વધારે બગડી શકે છે. કિંમતમાં વધારો થતાં પાકિસ્તાનમાં અનાજ એસોસિયેશને સરકારને અપીલ કરી છે કે, તેઓને ફંડ આપવામાં આવે, જેથી સમય પર પાક થઈ શકે અને કિંમતમાં ઘટાડો આવી શકે. જો કે દૃેવાળિયા પાકિસ્તાનની ઈમરાન સરકારે કોઈપણ ફંડ આપવાનો હજુ સુધી નિર્ણય કર્યો નથી.

હવે પાકિસ્તાન તરફથી રશિયાથી ઘઉં ઈમ્પોર્ટ કરવામાં આવી રહૃાા છે. રશિયાથી આવેલ અનાજ આ મહિને લગભગ ૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી જશે. પાકિસ્તાનમાં હવે ઈમરાન ખાનને પ્રસ્તાવ મોકલવામાં આવશે કે રોટલીની જેમ ઘઉં, ખાંડની કિંમત ફિક્સ કરવામાં આવે. બીજી બાજુ પાકિસ્તાનમાં બીજને લઈને પણ મારામારી મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.