હાથરસ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા આપ સાંસદ સંજય સિંહ પર કાળી શાહી ફેંકાઇ

હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરવા ગયેલા આમ આદૃમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદૃ સંજયસિંહ તથા ધારાસભ્ય રાખી બિડલાન પર એક શખ્સે કાળી શાહી ફેંકી હતી. આ ઘટના પીડિત પરિવારના ગામની બહાર જ ઘટી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આરોપીનું નામ દિૃપક શર્મા છે અને તે એક હિન્દૃુવાદૃી સંગઠન સાથે જોડાયેલો છે.
આ ઘટનાના જે ફૂટેઝ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે, આપના સાંસદ ગામની બહાર મીડિયા સાથે વાતચીત કરી રહૃાા હતા. આ દરમિયાન એક કાળા રંગના શર્ટમાં એક શખ્સ આવે છે અને સાંસદ પર કાળી શાહી ફેંકીને ભાગી જાય છે. બાદમાં તે નારા પણ લગાવતો જાય છે. જણાવી દઈએ કે, સંજયસિંહ અને રાખી બિડલાન ૫ લોકો સાથે પીડિત પરિવારની મુલાકાત કરવા પહોંચ્યા હતા.
કેટલાય દિૃવસથી હાથરસ પીડિત પરિવારના ગામમાં પોલીસે ઘેરાબંધી કરી છે અને મીડિયા પર પણ રોક લગાવ્યા બાદ શનિવારના રોજ છૂટી આપી દૃીધી છે. ત્યાર બાદ કેટલીય પાર્ટી અને સંગઠનના નેતા પીડિત પરિવારની મુલાકાત લઈ રહૃાા છે. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.