હાથરસ કાંડ: પીડિતાના કપડાં સીબીઆઇ ટીમ લઇ જતાં હલચલ

હાથરસ ગેંગરેપ અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસ વધુ ઝડપી બની છે. સીબીઆઈની ટીમ પીડિતના ઘરે ગઈ હતી અને તેની માતા અને ભાભીની પૂછપરછ કરી હતી. લગભગ ૫ કલાકની પૂછપરછ કર્યા બાદ ટીમ ત્યાંથી નીકળી ગઈ અને પીડિતાના કપડા લઈ ગઈ, જે તેણે ઘટના સમયે પહેર્યા હતા. શનિવારે હાથરસ કેસમાં સીબીઆઈની ટીમે કરેલી તપાસનો પાંચમો દિવસ હતો.

હાથરસ ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે પાંચમા દિવસે શનિવારે ફરી તેના ગામમાં દસ્તક દીધી હતી. ડીએસપી સીમા પાહુજાની સાથે ટીમ પીડિત પરિવારના ઘરે પહોંચી હતી અને પરિવાર સાથે વાત કરી હતી. માનવામાં આવે છે કે તેના માતા અને ભાભી તરફથી માહિતી મળી હતી. એવું કહેવામાં આવી રહૃાું છે કે પીડિતાની માતા ૧૪ સપ્ટેમ્બરના રોજ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમનું નિવેદન લોકલ પોલીસ અને એસઆઈટી સામે આવી ગયું છે.

સીબીઆઈની ટીમ ફરીથી તે સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં પીડિતા પર ગેંગરેપ થયો હોવાનું કહેવાયું હતું. હકીકતમાં એક ખેતરના માલિકના પુત્ર વિક્રમ ઉર્ફે છોટુ સાથે શુક્રવારે વાત કર્યા બાદ ફરીથી સીબીઆઈ ફરીથી એ ઘટના પર જઇ તપાસ કરવા લાગ્યું તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાું છે.

વિક્રમે અગાઉ એસઆઈટી અને મીડિયાને જણાવ્યું હતું કે ઘટનાના દિૃવસે જ્યારે તે ખેતરમાં ગયો હતો ત્યારે છોકરી જમીન પર પડી હતી અને તેની માતા અને ભાઈ હાજર હતા. તેની સાથે જ એવું કહેવામાં આવી રહૃાું છે કે સીબીઆઈએ પોતાના કેમ્પ કાર્યાલય પર ઘટનાના દિવસે પીડિતાની સૌથી પહેલાં સારવાર કરનાર ડૉકટર્સની પણ પૂછપરછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW