સંજુ સેમસનની બેટીંગથી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના થઈ પ્રભાવિત

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદૃાનો પર ધૂમ મચાવી રહી છે. દૃરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં યુવાન ભારતીયોની રમતે પ્રશંસનીય દૃેખાવ કર્યો છે. રાજસ્થાન રોટલ્સનો સંજુ સેમસન શાનદૃાર રમત દાખવી રહૃાો છે. તેણે ત્રણમાંથી બે મેચમાં આક્રમક અડધી સદૃી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

સંજુની આક્રમક રમતથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના પ્રભાવિત થઈ ગઈ છે. સંજુને કારણે જ મંધાનાએઆઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને સમર્થન આપવાની શરૂઆત કરી દૃીધી છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જે રીતે યુવાનો બેટીંગ કરી રહૃાા છે તે પ્રેરક છે. મને લાગે છે તે જે રીતે સંજુ સેમસન બેટીંગ કરી રહૃાો છે તેનાથી હું તેની પ્રશંસક બની ગઈ છું.

તેણે ઉમેર્યું છે કે, સંજુ સેમસનને કારણે જ હું રાજસ્થાન રોયલ્સની ફેન બની ગઈ છું. જે કોઈ સારી બેટીંગ કરે તેનાથી પ્રભાવિત થઈને હું તેમાંથી કાંઇક શીખવાનો પ્રયાસ કરતી રહું છું. સંજુ ઉપરાંત હું વિરાટ કોહલી, ડી વિલિયર્સ, રોહિત શર્મા અને ધોનીની બેટીંગ નિહાળવાનું પણ પસંદૃ કરું છું. સ્મૃતિ મંધાના પણ ટૂંક સમયમાં અમિરાતના મેદૃાનો પર રમતી જોવા મળશે કેમ કેઆઈપીએલમાં વિમેન્સ માટે મિની આઈ પી એલનું યોજન ચોથી નવેમ્બરથી થનારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.