બે પત્નીઓ સાથે લાઇવ સેક્સ શૉ કરીને લાખોની કમાણી કરતા યુવકની કરાઈ ધરપકડ

એક ૨૪ વર્ષનો શખ્સ પોતાની બે પત્નીઓ સાથે ઑનલાઇન સેક્સ શૉ કરતો હતો અને આવા શૉના કારણે તે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહૃાો હતો. પરંતુ કંઇક એવુ બન્યું કે મધ્ય પ્રદેશ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી.પોલીસનું કહેવુ છે કે યુવક વિભિન્ન એપ પર બંને પત્નીઓ સાથે લાઇવ સેક્સ કરતો હતો. પોલીસે તેની મધ્ય પ્રદેશના વિદિશા ખાતેથી ધરપકડ કરી છે. તેના પર રેપની ધારા લગાવવામાં આવી છે. પોલીસે યુવકની ધરપકડ ત્યારે કરી જ્યારે તેની બીજી પત્ની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોચી. બીજી પત્નીની ફરિયાદના આધારે પોલીસે યુવક પર રેપ અને ગોપનીયતાના દુરુપયોગનો કેસ દાખલ કર્યો છે.

યુવકની બીજી પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના ઇન્ટીમેટ મોમેન્ટ ઓનલાઇન દેખાડીને યુવકે તેને ટોર્ચર કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી યુવકે ફક્ત ધોરણ-૧૦ સુધી અભ્યાસ કર્યો છે પરંતુ તેની પાસે કોમ્પ્યુટરની સારી જાણકારી છે. યુવકે અનેક ડેટિંગ એપ પર પ્રોફાઇલ બનાવી હતી. પોલીસનું કહેવુ છે કે તેણે પોતાના પ્રોફાઇલ પર મેન્યુ લગાવી રાખ્યા હતાં અને અલગ-અલગ વીડિયો અને શૉ માટે ૫૦૦થી લઇને ૧૦૦૦ રૂપિયા સુધી ચાર્જ કરતો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યુ છે કે ૨૮ ઓગસ્ટ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં આશરે ૬ લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે. પોલીસે જણાવ્યું કે તે દરરોજ ૩ હજારથી ૪ હજાર રૂપિયાની કમાણી કરી રહૃાો હતો. યુવકની પહેલી પત્ની બેંગલોરની રહેવાસી છે.

સાથે જ સોશિયલ મીડિયા પર મુલાકાત બાદ તેણે અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં. ઉત્તર પ્રદેશની તેની બીજી પત્ની ૭ મહિના પ્રેગનેન્ટ પણ છે. એક અહેવાલ અનુસાર, પોલીસનું કહેવુ છે કે બીજી પત્ની ઘણી આધ્યાત્મિક છે અને તે યુવકના જાળમાં ફસાઇ ગઇ. પોલીસનું કહેવુ છે કે યુવકની બંને પત્નીઓને એક-બીજા વિશે કોઇ જાણકારી ન હતી. પોલીસે જણાવ્યું કે યુવકે તે વાતનો સ્વીકાર કર્યો કે તે બંને પત્નીઓ સાથે સેક્સ શૉ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, પહેલી પત્નીને યુવકથી કોઇ ફરિયાદ નથી. તેણે પહેલી પત્નીને પૈસાની ઝાકઝમાળ દેખાડીને મનાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW