Saturday, January 16, 2021
Home Female પતિને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપવાનો પત્નીને આદેશ

પતિને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપવાનો પત્નીને આદેશ

મુઝફરનગર ફેમિલી કોર્ટનો અનોખો નિર્ણય

ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં ફેમિલી કોર્ટે એક મોટો નિર્ણય કરતા પત્નીને આદેશ કર્યો છે કે તે પતિને ઘર ચલાવવા માટે રૂપિયા આપે. જો કે, પતિ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર રીતે સંતુષ્ટ નથી. તેનું કહેવું છે કે, પત્નીનું પેન્શનનો ૧/૩ ભાગ તેને મળવો જોઈતો હતો.

ખતૌલી વિસ્તારમાં રહેતા કિશોરી લાલ સોહંકારના ૩૦ વર્ષ પહેલા કાનપુરની રહેનારી મુન્ની દેવીની સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે વિવાદ થયો. તે બાદ લગભગ ૧૦ વર્ષથી કિશોરી લાલ અને મુન્ની દેવી અલગ અલગ રહે છે. તે સમયે પત્ની મુન્ની દેવી કાનપુરમાં સ્થિત ઈન્ડિયન આર્મીમાં ચોથી ક્ષેણીની કર્મચારી હતી. થોડા સમય પહેલા જ કિશોરી લાલની પત્ની મુન્ની દેવી રિટાયર્ડ થઈ ગઈ છે. તે બાદૃ મુન્ની દેવી પોતાના ૧૨ હજારના પેન્શનમાં પોતાનું ગુજરાન ચલાવી રહી છે. કિશોરી લાલ પણ ખતૌલીમાં રહીને ચા વેચવાનું કામ કરે છે.

સાત વર્ષ પહેલા કિશોરી લાલે પોતાની દયનીય હાલતના કારણે મુઝફરનગરની ફેમિલી કોર્ટમાં ગુજરાન ચલાવવા માટે એક અરજી દાખલ કરી હતી. તેમાં ફેમિલી કોર્ટે નિર્ણય આપતા કહૃાું છે. પત્ની મુન્ની દેવીએ પતિ કિશોરી લાલ સોહંકારને ૨ હજાર રૂપિયા ગુજરાન ભથ્થુ દેવાનો આદેશ જાહેર કર્યો છે. જો કે, કોર્ટના આ નિર્ણયથી કિશોરી લાલ સોહંકાર સંતુષ્ટ નથી.

કિશોરી લાલનું કહેવું છે કે, લગભગ ૯ વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો છે. લોકો પાસેથી પૈસા લઈને કેસ લડી રહૃાાં છીએ. લોકડાઉનમાં આસપાસમાંથી પૈસા માંગીને પોતાની સારવાર કરાવી હતી. ક્યારેક સ્વાસ્થ રહે છે તો ચાની દુકાન ખોલે છે. પરંતુ હવે તે દુકાને જઈ શકતા નથી. લગભગ ૨૦ વર્ષથી વિવાદ ચાલી રહૃાો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...

Recent Comments

× Get Now Free E-Newspaper.