ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને મારી ટક્કર, યુવકનું મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજસ્થાન કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે જયપુર પહોંચેલા એક ઉમેદવારને એલિવેટેડ રોડ પર ટક્કર મારી હતી. ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને ટક્કર મારતા યુવક ૩૦ ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો. કારની ટક્કર બાદ યુવક ફંગોળાઈને મકાનની છત પર જઈને પડ્યો અને ત્યાં જ તેનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં મૃતકનો એક પગ પણ કપાઈ ગયો, જે એલિવેટેડ રોડ પર જ પડી ગયો હતો. જ્યારે યુવકનું બાકીનું શરીર મકાનની છત પર જઈને પડ્યું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લક્ઝરી કારને કબજે કરી લીધી છે.

જ્યારે યુવકના મૃતદેહને એસએમએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ અંગે મૃતકને પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે.મૃતકને પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી થશે મૃતકના પરિવારજનો જયપુર પહોંચ્યા બાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, મૃતકના પરિવારજનો દ્વારા એફઆઈઆર નોંધાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW