અભિનેત્રી પૂનમ પાંડે મુશ્કેલીઓ વધી, જમીન મળ્યા પણ ગોવા બહાર નહિ જઈ શકે

અભિનેત્રી પૂનમ પાંડે મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. પૂનમ પાંડે વિરુદ્ધ ગોવામાં તાજેતરમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે વીડિયો અશ્ર્લીલતાને પાત્ર છે. આ સાથે ગોવા પોલીસે પૂનમ પાંડેની ધરપકડ કરી છે. આજે સવારે ગોવાની એક કોર્ટે પૂનમ પાંડે અને પતિ સેમ બોમ્બેને જામીન આપ્યા છે. જોકે, બન્ને હવે ગોવાથી બહાર ક્યાંય જઇ શકતા નથી. પોલીસ અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે પૂનમ પાંડેએ સેમ બોમ્બેને પણ ત્યા સુધી જેલમાં રાખવામાં આવશે જ્યાં સુધી ૨૦૦૦૦ પ્રતિ વ્યક્તિ જામીનની રકમ જમા ન કરાવી દે.

ટીઓઆઇના રિપોર્ટ અનુસાર, બન્નેને આગામી છ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં પૂનમ પતિ સેમ બોમ્બે સાથે જોવા મળી રહી છે. આ મામલે ગોવાના એસપીએ જણાવ્યું હતું કે પૂનમ પાંડેની પૂછપરછ કરવામાં આવશે. પૂનમ પાંડે પર ગોવામાં અશ્ર્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ લગાવ્યો હતો.પૂનમ સામે કેનાકોના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. પૂનમ પાંડેની ગોવાના અગૌડાના પ્રખ્યાત રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. મહિલા વિંગનો આરોપ છે કે પૂનમે ગોવા જળ સંસાધન વિભાગની પ્રોપર્ટીમાં ‘પોર્ન ફોટોશૂટ કરાવ્યું હતું. આ સિવાય ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ (અશ્ર્લીલતા) હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે અશ્ર્લીલ વીડિયો શૂટ કરવા બદલ પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ સપ્ટેમ્બર મહિનામાં બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. પૂનમ અવારનવાર કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW