અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રાઘવ લોરેન્સના નિર્દૃેશનમાં બનેલી આ કોમેડી હોરર ફિલ્મ તમિલ ફિલ્મ મુન્ની ૨: કંચનાની રિમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ અક્ષયના કરિયરની પહેલી ફિલ્મ છે જેમાં તે એક કિન્નરનો રોલ કરતો જોવા મળશે. લક્ષ્મી બોમ્બ ૯ નવેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને લોકોનો સારો પ્રતિસાદૃ મળી રહૃાો છે. ચાહકો અક્ષય અને તેની અભિનયની ખૂબ જોરશોરથી પ્રશંસા કરી રહૃાા છે. લક્ષ્મી બોમ્બ લક્ષ્મણ (અક્ષય કુમાર) ની લક્ષ્મી બનવાની સફર બતાવે છે. કિયારા અને અક્ષયની કેમિસ્ટ્રી લાજવાબ છે. મૂવીનું ટ્રેલર કોમેડી અને હોરરથી ભરપૂર છે. ટ્રેલર એકદૃમ મનોરંજક છે.

ચાહકોને આશા છે કે આ કરતા આ ફિલ્મ વધુ મનોરંજક સાબિત થશે. કિન્નરની ભૂમિકામાં અક્ષયે જોરદૃાર અભિનય રજૂ કર્યો છે. અક્ષય લક્ષ્મીના લુકમાં જામી રહૃાો છે. લક્ષ્મી બોમ્બનો દૃરેક સીન રોમાંચથી ભરપૂર છે. અક્ષય કુમારની અત્યંત રાહ જોવાતી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ આવતા મહિને દિૃવાળી પર ૯મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાના સંકટને કારણે આ ફિલ્મ થિયેટરોને બદૃલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે એક મોટા સમાચાર આવી રહૃાા છે કે અક્ષય કુમાર એક મહિના સુધી તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરશે. તેની શરૂઆત નવમી ઓક્ટોબરે ટ્રેલર લોંચ ઇવેન્ટથી થશે. ત્યારબાદૃ આગામી ત્રીસ દિૃવસમાં ફિલ્મના ત્રણ ગીતો રિલીઝ કરવામાં આવશે. અક્ષય અગાઉ કેટલાક પત્રકારો સાથે ખાનગી થિયેટરમાં ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ ગોઠવવા ઈચ્છતો હતો.

પછીથી તેણે જાહેર કાર્યક્રમનો વિચાર છોડી દૃીધો હતો. નવમી ઓક્ટોબરે ડિજિટલ ટ્રેલર લોંચ થયા પહેલા તે બે દિૃવસ અગાઉ કેટલાક પસંદૃગીના પત્રકારો માટે ટ્રેલરનું સ્ક્રીિંનગ ગોઠવશે. રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર ફિલ્મ ડિજિટલી રિલીઝ થાય તે પહેલા એક મહિના માટે પ્રમોશનલ ઝુંબેશ ચલાવશે. સૂત્રોએ વધુમાં કહૃાું કે ‘લક્ષ્મી બોમ્બ અક્ષય માટે ખૂબ જ ખાસ છે અને કેટલાકનું કહેવું છે કે અભિનેતાએ જોરદૃાર અભિનય કર્યો છે. તે ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ કરવા માંગતો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેણે આ નિર્ણય બદૃલ્યો હતો. તેઓ ફિલ્મના પ્રમોશન માટે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટ આઈપીએલ સાથે જોડાશે. તે મેચ પહેલાના શોમાં દૃેખાઈ શકે છે અને કોમેન્ટરી બોક્સમાં પણ જઈ શકે છે.