સુશાંત કેસ : એનસીબીએ રાહિલ વિશ્રામ સહિત ૫ ડ્રગ્સ પેડલર્સની કરી ધરપકડ

બોલીવૂડ અભિનેતા સુશાંત િંસહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એનસીબીએ ગુરુવારે મુંબઇના જુદૃા જુદૃા વિસ્તારોમાં દૃરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે. આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદૃેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. એનસીબી તેની પાસેથી રૂપિયા ૪.૫ લાખ રોકડા પણ કબજે કર્યા હતા.

તે સુશાંત રાજપૂત મૃત્યુ મામલામાં સામેલ અન્ય પેડલરો સાથે સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટરએ આ માહિતી આપી છે.રાહિલ વિશે કહેવામાં આવી રહૃાું છે કે તેનો બોલિવૂડ સાથે સંબંધ છે અને તે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુરુવારે હાથ ધરવામાં આવેલા દૃરોડામાં એનસીબી ડ્રગ્સના ત્રણ જુદૃા જુદૃા સિન્ડિકેટ્સનો પર્દૃાફાશ કર્યો છે.
અન્ય લોકો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. એનસીબી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ જાહેર થઈ શકે છે. રિયાના ભાઈ શૌવિકે પહેલા પણ ઘણા લોકોના નામ જાહેર કર્યા છે. જોકે હજી સુધી કોઇને સમન્સ મોકલવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.