સીએસકે પ્લેઓફમાંથી બહાર થતાં સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

હાલમાં યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ ૨૦૨૦ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. પ્રથમ સુરેશ રૈના અને હરભજન જેવાં દિગ્ગજ ખેલાડીઓએ રમવાનો ઈક્ધાર કર્યો. અને બાદમાં માહીની આગેવાનીવાળી સીએસકે આ સિઝનમાં સતત ખરાબ પર્ફોર્મન્સ આપતી રહી. જેના કારણે હવે નોબત એ આવી છે કે, આઈપીએલના પ્લેઓફમાંથી સીએસકે બહાર ફેંકાઈ ગયું છે. જે બાદ ધોનીનું દર્દ પણ છલકાઈ આવ્યું છે, તો સાક્ષીએ પણ ભાવુક થઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ધોનીએ મેચ બાદ કહૃાું હતું કે, સારું પ્રદર્શન ન કરવા પર દુ:ખ થાય છે. ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક ૧૨ કલાક બચ્યા છે. અમને તેની પૂરી મજા લેવાની છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે પોઈન્ટ ટેબલમાં અમે ક્યાં છીએ. જો તમે ક્રિકેટની મજા લઈ રહૃાા નથી તો તે ક્રૂર અને દર્દનાક થઈ શકે છે.

હું મારા યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. આ પરફેક્ટ પ્રદર્શનમાંથી એક હતું. તમામે રણનીતિ પર અમલ કર્યો. અમે વિકેટ લીધી અને તેઓને ઓછા સ્કોર પર રોક્યા. તો ધોનીની પત્નીએ સાક્ષીએ પણ ટ્વીટ કરીને એક કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, આ ફક્ત એક ગેમ છે. કોઈ પણ હારવા નથી માગતું. પણ બધા જીતી શકતા નથી. અમુક જીતે છે અને અમુક હારે છે. અમુક થોડું ગુમાવી છે પણ તે ફક્ત એક ખેલ છે. જ્યાં એક દિલ જીતનો જશ્ર્ન મનાવી રહૃાું છે, તો બીજું તૂટી રહૃાું છે. આટલાં વર્ષો વીતિ ગયા, અમે મોટી જીત પણ જોઈ અને હાર પણ. પોતાની ભાવનાઓને ખેલભાવના પર હાવી થવા દેજો નહીં. તમે ત્યારે પણ વિજેતા હતા, તમે આજે પણ વિજેતા છો.

અસલી યોદ્ધા લડવા માટે જ જન્મે છે. તે અમારા દિમાગ અને દિલમાં હંમેશા સુપરિંકગ્સ બનીને રહેશે. આઈપીએલ ૨૦૨૦માં રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં જવાની સંભાવના પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. એ ૧૨ મેચ રમી છે અને તેમાં ૮માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈના હાલ ૮ અંક છે અને તેની ૨ મેચ હજુ બાકી છે. જો તે બંને મેચ જીતી પણ જાય છે તો તેના પોઈન્ટ ૧૨ જ રહેશે. રાજસ્થાનની ટીમ મુંબઈ સામે જો પોતાનો મુકાબલો હારી જાય છે. તે તેના પણ ૮ જ અંક થતા, પણ તેવામાં ચેન્નાઈની પાસે પ્લેઓફ માટે અન્ય ટીમો પર નિર્ભરતા રહેતી, પણ તેવું થઈ શક્યું નહીં.