લક્ષ્મી બોમ્બ: કિન્નર અખાડા મહામંડલેશ્ર્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી હવે ફિલ્મને પ્રમોટ કરશે

પોતાની ફિલ્મ ’લક્ષ્મી બોમ્બ’ની વ્યૂઅરશિપ વધારવા માટે અક્ષય કુમાર હવે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને અટ્રેક્ટ કરવાના પ્રયત્ન કરી રહૃાો છે. આ માટે તેણે સેલિબ્રિટી ટ્રાન્સજેન્ડર અને કિન્નર અખાડા મહામંડલેશ્ર્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને એક ઓફર આપી છે. રિપોર્ટ્સ મુજબ, લક્ષ્મી હવે ફિલ્મની માર્કેટિંગ ટીમનો હિસ્સો હશે. તે ફિલ્મને પ્રમોટ કરશે અને જણાવવામાં આવી રહૃાું છે કે આ માટે તેને સારી એવી રકમ પણ આપવામાં આવી છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે અક્ષયના કહેવા પર જ લક્ષ્મી નારાયણને માર્કેટિંગ ટીમમાં સામેલ કરવામાં આવી અને તે ખુદ પણ આ વાતને લઈને ઉત્સાહિત છે કે અક્ષયે ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવ્યો છે. થોડા દિવસ પહેલાં તેઓ ફિલ્મ પ્રમોશન દરમ્યાન કપિલ શર્માના શોમાં પણ અક્ષય અને કિઆરા સાથે દેખાયા હતા. આઇએમબઝના સમાચાર અનુસાર અક્ષય કુમાર પહેલા એવા મોટા બોલિવૂડ સ્ટાર છે,

જેણે ટ્રાન્સજેન્ડરનો રોલ ફિલ્મમાં પ્લે કર્યો છે. આ સાથે તેણે વ્યૂઅરશિપ કાઉન્ટમાં થર્ડ સેક્સ એટલે કે ટ્રાન્સજેન્ડરને સામેલ કરવાની પણ પહેલ કરી છે. લક્ષ્મી નારાયણે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ’લક્ષ્મી બોમ્બ’ના ટ્રેલરને ધમાકેદાર કહૃાું હતું. આ સાથે તેણે લખ્યું હતું, શું શાનદાર દિવાળી ધમાકા છે અક્ષય અને કિઆરા, ટ્રેલર જોઈને મજા આવી ગઈ, કદાચ નામમાં જ કંઈક ખાસ છે. લક્ષ્મીના આ ટ્વીટ પર કમેન્ટ કરતા અક્ષયે લખ્યું હતું કે, આ મારા માટે ઘણું મહત્ત્વનું છે. આટલો પ્રેમ આપવા માટે આભાર. એક લક્ષ્મીથી બીજી લક્ષ્મી સુધી, નામ ખરેખર ખાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW