Wednesday, January 27, 2021
Home Entertainment મને ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ક્રેશ...

મને ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ક્રેશ થાય છે : કંગના રનૌત

કંગના રનૌતે જો બાઇડનની કરી ગજની સાથે સરખામણી, કહૃાું

અમેરિકાની ચૂંટણીને લઇને સમગ્ર દુનિયામાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે. બોલિવૂડ સિતારાઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા, અભય દેઓલ અને અલી ફઝલ સહિત દિગ્ગજ કલાકારોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેનની જીતની શુભેચ્છાઓ પાઠવી રહૃાા છે. અભિનેત્રી કંગના રનૌતે એક ટ્વીટ કર્યુ છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહૃાું છે. જો બાઇડેનની જીત પર કંગના રનૌતે કટાક્ષ કર્યો છે. કંગનાએ ભારતીય મૂળના ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ વિશે કહૃાું હતું કે તે આ શો વધુ ચલાવશે. કંગનાએ પોતાના ટ્વિટમાં જો બાઇડેનની તુલના આમિર ખાનની ફિલ્મ ગજની સાથે કરી છે.

કંગનાએ લખ્યું છે કે ‘મને ગજની બાઇડેન વિશે ખાતરી નથી, જેનો ડેટા દર પાંચ મિનિટમાં ક્રેશ થાય છે. તેમાં ઘણી બધી દવાઓનાં ઇન્જેક્શન્સ લગાડવામાં આવ્યા છે જે એક વર્ષથી વધુ ચાલશે નહીં. કમલા હેરિસ આ શોનું નેતૃત્વ કરશે. જ્યારે સ્ત્રી જાગી જાય છે ત્યારે તે અન્ય મહિલાઓ માટે પણ માર્ગ બનાવે છે. આ ઐતિહાસિક દિવસની ખુશીઓ માટે ચીયર્સ કંગના રનૌતે જો બાઇડેનની યાદશક્તિને લઇને કટાક્ષ કર્યો છે.

ફિલ્મ ‘ગજનીમાં આમિર ખાનનું પાત્ર અચાનક બધુ ભૂલી જાય છે. કંગના હાલમાં હિમાચલના મનાલીમાં છે જ્યાં તે પોતાના ભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો બાઇડેનની જીત પછી પ્રિયંકા ચોપરાએ લખ્યું કે અમેરિકામાં આ ચૂંટણી જોવી આશ્ર્ચર્યજનક હતું. જો બાઇડેન અને કમલા હેરિસને અભિનંદન. એક કાર્ટૂન શેર કરી અભય દેઓલે લખ્યું  ‘હા, આ થઈ ગયું છે. અલી ફઝલ લખે છે કે ‘હે ભગવાન, ખરેખર આ થઇ ગયુ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.