બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું ૪૬ વર્ષની વયે નિધન

બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું ૪૬ વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. કહૃાું કે ભારે હ્રદય સાથે જણાવી રહી છું કે ફરાઝ ખાન પણ આપણને બધાને છોડીને જતા રહૃાા.

આશા છે કે તેઓ હવે વધુ સારી દુનિયામાં હશે. તમે બધાએ જે મદદ કરી તે માટે આભાર. જ્યારે ફરાઝના પરિવારને સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે બધા મદદ માટે આગળ આવ્યા. ફરાઝના પરિવારને દુઆઓમાં યાદ રાખજો. ફરાઝની જગ્યા કોઈ ભરી શકશે નહીં. પૂજાએ તાજેતરમાં ફરાઝ ખાન બીમાર હોવાની જાણકારી આપી હતી.

આ સાથે જ લોકોને અપીલ કરી હતી કે તેઓ આગળ આવીને ફરાઝ ખાન અને તેના પરિવારની મદદ કરે. સલમાન ખાને પણ પૂજાની અપીલ પર પરિવારની મદદ કરી હતી. ફરાઝ ખાને ૧૯૯૦ના દૃાયકાના અંત અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ફરેબ અને મહેંદી જેવી ફિલ્મો સામેલ છે. તેઓ અભિનેતા યુસુફ ખાનના પુત્ર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW