બિગ બોસ વિશે બબીતાએ આપ્યું મોટું નિવેદન

બિગ બોસ શોના લવર્સ અને આ શાના હેટર્સ વચ્ચે સોશિયલ મીડિયા પર મોટેભાગે મૌખિક યુદ્ધ ચાલતું જોવા મળે છે અને હવે આ બાબતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતાજી પણ મેદાને આવી છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું એક ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તે બિગ બોસ હેટર્સને મેસેજ આપતી જોવા મળી છે. તેની પોસ્ટમાં, તે કહેતી જોવા મળી હતી કે જો તમારે આ શો ના જોવો હોય તો ન જુઓ, પરંતુ બીજાને જજ ન કરો.

મુનમુન દત્તાએ તેની પોસ્ટમાં લખ્યું- ‘હું એ લોકોને કહેવા માગુ છું કે જે બિગ બોસ નથી જોતા. આ જજમેન્ટલ એટીટ્યૂડ શું છે ભાઈ? તેને એક બાજુ જ રહેવા દો. તમને એવું કેમ લાગે છે કે જો તમે આ શો નથી જોતાં તો એનો મતલબ એ એવો તો નથી કે આ શો જોનારા બધા ખરાબ અને તમે સારા. તમે આ શો જોતા નથી તો એ તમારી પસંદગી છે. હું અને બાકીના લોકો જુએ છે તો એ અમારી પસંદગી છે. અહીં એ સાબિત કરવાનો પ્રયાસ ન કરો કે તમે મહાન બનો છો. તે એક હાસ્યાસ્પદ છે.

ત્યારે હવે લોકો પણ ક્યાં છાનામાના બેસવાના હતા. બબીતાજીના ઘણા ચાહકો તેમને કહેવા લાગ્યા કે- ‘લોકો તમારી ચિંતા કરે છે, તેથી તમને આ શો જોવાની મનાઈ છે. આ શો તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આ શો ફેકનેસ, નેગેટિવિટીથી ભરેલો છે. એક યુઝરે કહૃાું  બિગ બોસ ખૂબ જ રસપ્રદ શો છે  કેટલાક મૂર્ખ લોકો કહે છે કે, ઘરથી દુર રહેવું, પરિવારથી દુર રહેવું અને થોડા સમય ફોનથી દુર રહેવું, ટાસ્ક અને તે જ પરિવારો સાથે ઝઘડો જેની સાથે તમે રહો છો. આના કરતાં વધુ સારો પડકાર બીજો કયો હોઈ શકે.