પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થતા ફિલ્મ ’લક્ષ્મી’ મેકર્સે વહેલી રિલીઝ કરી મુવી

અક્ષય કુમાર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ ’લક્ષ્મી ’ પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થઇ ગઈ હતી. ઘણી ટોરેન્ટ વેબસાઈટ પર આ ફિલ્મ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે. આ વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારે નિયત ટાઈમ કરતાં દોઢ કલાક અગાઉ ૯ નવેમ્બરે ૬ વાગ્યે ફિલ્મ રિલીઝ કરી દીધી હતી. ડિરેક્ટર રાઘવ લોરેન્સની આ ફિલ્મ અગાઉ સોમવારે સાંજે ૭:૩૦ના રિલીઝ થવાની હતી.

’લક્ષ્મી’ પહેલેથી જ વિવાદોનો માર સહન કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદૃ તેના પર લવ-જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો તો હિન્દૃૂ સંગઠનોએ આના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા તેના વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જોકે, રિલીઝ પહેલાં આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મનું ટાઇટલ ’લક્ષ્મી બોમ્બ’ બદલીને ’લક્ષ્મી’ કરી દેવામાં આવ્યું હતું.

ફિલ્મની સ્ટોરી આસિફ (અક્ષય કુમાર) નામના રોલની આસપાસ ફરે છે જે પ્રિયા (કિઆરા અડવાણી) નામની છોકરીને પ્રેમ કરે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આસિફ પ્રિયાના પરિવારને મનાવવા જાય છે અને તેની અંદર એક આત્મા ઘર કરી લે છે. અક્ષયે એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે આવો રોલ ૩૦ વર્ષના કરિયરમાં તેણે પ્લે નથી કર્યો. ’લક્ષ્મી’ રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં બનેલી તમિળ ફિલ્મ ’કંચના’ની હિન્દી રીમેક છે, રાઘવે એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે ’કંચના’નો અર્થ સોનુ થાય છે અને તે લક્ષ્મીનો એક અવતાર છે. માટે હિન્દી રીમેકનું નામ ’લક્ષ્મી’ રાખ્યું હતું. ’કંચના’માં લીડ રોલ રાઘવ લોરેન્સે પ્લે કર્યો હતો.