નોરાની પણ આંખો ફાટી જાય એવો નાચ મેરી રાની પર શર્મા સિસ્ટર્સનો અદભુત ડાન્સ વાયરલ

બોલિવૂડમાં ડાન્સના દમ પર પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી નોરા ફતેહી હાલમાં એક ગીતના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો જાદુ છવાયેલો રહે છે અને તે અવાર નવાર નવા નવા ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ તેનું એક ગીત નાચ મેરી રાની આવ્યું. જેમા તે ગુરુ રંધાવા સાથે જોવા મળી હતી. આ ગીતમાં નોરાએ જોરદાર ડાન્સ કર્યો છે.

પરંતુ નોરા કરતાં પણ વધારે સરસ અંદાજમાં આ જ રીતે પર બે છોકરીઓએ ડાન્સ કર્યો છે જે હાલમાં ખુબ વાયરલ થઈ રહૃાો છે. યુ-ટ્યુબ પર જેનો સિક્કો ચાલે છે એવી શર્મા સિસ્ટર્સે આ ગીત પર ધુમ મચાવી છે. તેણે આ જ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો છે અને લોકોનું દિલ જીતી લીધું છે. બન્ને બહેનો તાન્યા શર્મા અને કૃતિકા શર્માએ આ ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવી દૃીધી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બન્નેએ ફુલ એનર્જી અને નવા નવા સ્ટેપ સાથે ડાન્સ કરીને લોકોને થીરકવા મજબૂર કરી દીધા છે અને હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહૃાો છે.

ઉલ્લેખનીય છે કે ગુરુ રંધાવાનું આ ગીત એક લીરિક્સ, ડાંસિગ સ્ટેપ અને મ્યૂઝિકનું પરફેક્ટ કોમ્બો છે. જેને સાંભળીને લોકોને નાચવાનું મન થઈ જશે. ગીતમાં નોરા એક રોબોટના રૂપમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુરુ રંધાવાના આ ગીત પર હાલમાં કરોડો વ્યૂ મળી રહૃાા છે.