Wednesday, January 20, 2021
Home Entertainment ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે મળી ગયા નવા દયાભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે મળી ગયા નવા દયાભાભી

ભારતનો સૌથી લોકપ્રિય લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહૃાો છે. જો કે અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો અને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. ૧૨ વર્ષથી લોકોના મન પર રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી. ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી બસ દયાબેનની હતી. આ કમી રુતુજાએ પૂરી કરી દીધી. શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા ૧-૨ વર્ષથી શોથી દુર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહૃાા છે.

આ બધા વચ્ચે એવા પણ અહેવાલો હતા કે મેકર્સ નવા દયાબેનની શોધમાં છે. પરંતુ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં સૌથી વધુ લોકપ્રિય કોટુંબિક શો છે. જ્યારથી દયાબેન આ શોમાંથી ગયા છે ત્યારથી લોકોને દયાની ખુબ કમી લાગે છે. હવે નવા દયાબેનની બહુ જલદી શોમાં એન્ટ્રી થવાની છે. આ નવા દયાબેન સુંદર તો છે જ સાથે સાથે ખુબ ટેલેન્ટેડ પણ છે. નવા દયાબેનનો વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. જે તેમના પ્રશંસકોને ખુબ પસંદ પડ્યો છે.

ટીવીના સૌથી લોકપ્રિય ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ શાનદાર ૧૨ વર્ષ પૂરા કર્યા છે. આ દૃરમિયાન તેના ટીઆરપીમાં પણ સતત વધારો થતો રહૃાો છે. આ નવા દયાબેનનો જેઠાલાલ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે નવા દયાબેનને જોતા જ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોતાના શોમાં લેવાનો નિર્ણય કરી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

રાજકોટમાં સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેંચી દેનાર બે શખ્સો ઝડપાયા

રાજકોટમાં સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેંચી દેવાનું કૌંભાડ સામે આવ્યું છે. મોટા મવાની ૫ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ...

મુંબઇમાં નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ, કુલ ૯ની ધરપકડ

ગેંગમાં ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશયન સામેલ ક્રાઇમ બ્રાન્ચ એ મુંબઇમા નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરવાનો કાળો ધંધો કરતી ગેંગનો...

૨૧મીએ મુખ્યમંત્રી હોમટાઉન જશે અને કોંગ્રેસને આપશે ઝટકો

ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ સીએમ રૂપાણી હોમટાઉન...

Recent Comments

× Get Now Free E-Newspaper.