કોરોનાકાળ વચ્ચે મેડાગાસ્કરમાં ગુજરાતીઓએ ધૂમ મચાવી

નવરાત્રીનો તહેવાર વિશ્ર્વભરમાં ગુજરાતીઓની એક અલગ જ ઓળખ ઉભી કરે છે. જોકે આ વર્ષે કોરોના મહામારીએ સમગ્ર તહેવારો પર ગ્રહણ લગાવી દીધો છે. ભારતમાં તો મોટાભાગના તહેવારો પર સુરક્ષાને પગલે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ ત્યાં થઈ રહેલી ગરબાની ઉજવણીના કેટલાક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહૃાા છે. ગઈકાલે ઈસ્ટ આફ્રિકાના મેડાગાસ્કરમાં ગરબાની રમઝટ જામી હતી, જ્યાં ગુજરાતી ખેલૈયાઓની સાથે વિદેશી ગોરીઓ પણ ગરબે ઘુમી હતી. આ દ્રશ્યને ભારતીય એમ્બેસેડરે કેમેરામાં કેદ કરી ટ્વીટ દ્વારા લોકોને શેર કર્યું હતું.

નવરાત્રિનો તહેવાર ગુજરાતીઓને એટલો પસંદ છે કે આ ૯ દિવસ ભલે તે દેશમાં હોય કે વિદેશમાં ગુજરાતીઓને ગરબે ઘૂમવા તો જોઈએ જ. અને ગુજરાતીઓની બીજી ખાસિયત એ છે કે તે આસપાસના લોકોને પણ ગરબે ઘૂમવા માટે મજબૂર કરી દે છે. તો બીજી તરફ વિદેશી ગોરીઓમાં પણ ગરબા રમવાનો ક્રેઝ જોવા મળી રહૃાો છે. ગઈકાલે મેડાગાસ્કરમાં પણ આવો જ કઈક નજારો જોવા મળ્યો હતો. અહીં ગરબાની સાથે ગઈકાલે અહીં એક હિન્દૃુ મંદિર હોલનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. મેડાગાસ્કરમાં ૨૦ હજારથી વધુ ભારતીયો રહે છે,

જેમાથી મોટાભાગના ગુજરાતીઓ છે. વીડિયોમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેલી ગરબાની મજા માણતા જોવા મળ્યા છે. આ સિવાય અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ સહિતના દેશોમાં પણ ગુજરાતીઓ ગરબાની તાલે ઝુમતા જોવા મળ્યા હતા. અહીં વસેલા ગુજરાતીઓ નવરાત્રી માટે સ્પેશિયલ હોલ તેમજ પાર્ટીપ્લોટ બુક કરાવી વિદેશી મિત્રોને સાથે લઈ ગરબે ગુમતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીએ તમામની મજા ફિક્કી કરી નાખી છે. દેશભરમાં કોરોનાને પગલે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે વિદેશના કેટલાક દેશોમાં ગરબાની મંજૂરી મળતા ત્યાર વસેલા ગુજરાતીઓમાં એક અનેરો આનંદ છલકાયો છે.