કેબીસી ૧૨: સવાલ પૂછતા સમયે અચાનક જ બીગ બીનું કમ્પ્યુટર થયું હેંગ

રિયાલિટી ગેમ શો ’કૌન બનેગા કરોડપતિ’માં મંગળવાર, ૧૩ ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં એવી ઘટના બની, જેને કારણે માત્ર દર્શકો નહીં પરંતુ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ નવાઈમાં પડી ગયા હતા. બિગ બીનું કમ્પ્યુટર થોડીક સેકન્ડ માટે કામ કરતું બંધ થઈ ગયું હતું. આ એપિસોડમાં બિહારના પટનામાં આવેલ સ્પર્ધક રાજ લક્ષ્મીએ ૨૫ લાખ રૂપિયાનો સવાલ ક્વિટ કર્યો હતો. ત્યારબાદ મુંબઈનો સ્પર્ધક સ્વપ્નીલ ચવ્હાણ હોટ સીટ પર આવ્યો હતો. અમિતાભે પહેલો સવાલ પૂછ્યો હતો અને પછી બે હજાર રૂપિયા માટે બીજો સવાલ પૂછવાની શરૂઆત કરી હતી. આ સમયે જ બિગ બીનું કમ્પ્યુટર હેંગ થઈ ગયું હતું. અમિતાભે કહૃાું હતું, ’અગલા સવાલ ૨ હજાર રૂપિયે કે લિયે આપકે કમ્પ્યુટર સ્ક્રીન પર.

સવાલ બિગ બીના કમ્પ્યુટર પર આવ્યો જ નહીં. અમિતાભે ત્રણ વાર કહૃાું કે દો હજાર કા સવાલ, દો હજાર રૂપિયા, દો હજાર રૂપિયે…જોકે, પછી અમિતાભે સ્પર્ધકને કહૃાું હતું, ’કમ્પ્યુટરજી તો અટક ગયા હૈ.’ આટલું બોલ્યા બાદ અમિતાભ આમ-તેમ કોઈની મદદ માટે જોવા લાગ્યા હતા અને બોલતા હતા, ’નહીં આ રહા હૈ.’ ત્યારે જ સ્ક્રીન પર સવાલ આવી ગયો હતો અને બિગ બી બોલી પડ્યા ’આ ગયા.. આ ગયા..’ ત્યારબાદ અમિતાભે સવાલ વાંચ્યો હતો.

સવાલ: જો તમે નોવાક યોકોવિચ તથા એન્ડી મૂરેને ઈન્ટરનેશનલ રમતમાં રમતા જોવો તો તમે કઈ રમત જોઈ રહૃાા છો?

સાચો જવાબ હતો ટેનિસ. નોંધનીય છે કે આમ તો આ બધું થોડીક સેકન્ડ માટે જ થયું હતું પરંતુ આ પરિસ્થિતિને બિગ બીએ ઘણી જ સારી રીતે હેન્ડલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.