કેન્સર સામે લડી રહેલા સંજય દત્તની તસ્વીર જોઈ પ્રસંશકો ચોક્યા, રીકવરીની કરી પ્રાર્થના

સોશિયલ મીડિયા સંજય દત્તની પર એક તસવીર અત્યંત વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા શારીરિક રીતે ખૂબ જ નબળો જોવા મળી રહૃાો છે. નવી વાયરલ થયેલી પોસ્ટ જોયા બાદૃ ફેન્સ તેની ઝડપી રિકવરીની શુભેચ્છા આપી રહૃાા છે. ઝડપથી સાજા થવાની મનોકામના સાથે એક યુઝરે લખ્યું છે કે ‘બાબા ખૂબ નબળા દૃેખાઈ રહૃાા છે. હું તેમની ઝડપથી રિકવરીની પ્રાપ્તિની આશા કરું છું.

બીજા યુઝરે લખ્યું, ‘મને આશા છે કે તે જલ્દૃીથી સ્વસ્થ થઈ જશે. તસવીરમાં સંજય દત્ત નબળો જોવા મળી રહૃાો છે. આ ફોટો હોસ્પિટલ સ્ટાફમાંથી કોઈએ ક્લિક કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે સંજયના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ તસવીરમાં તેનો લૂક એકદૃમ બદૃલાયેલો લાગે છે. ફેન્સ તેની રિકવરી માટેની પ્રાર્થના કરી રહૃાા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં સંજય દતે હળવા બ્લુ કલરના ટી-શર્ટ અને ડાર્ક બ્લુ કલરની જીન્સમાં જોવા મળી રહૃાો છે. સંજયની તબિયત હાલમાં ઠીક નથી. ૧૧મી ઓગસ્ટે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે સારવાર માટે થોડો સમય રજા લઈ રહૃાો છે. જોકે, તેની સમસ્યા શું છે તે અંગે અભિનેતા અને તેના પરિવાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, કોમલ નહાટાએ તેના સ્વાસ્થ્ય અંગે કહૃાું હતું કે અભિનેતા ફેફસાના કેન્સરથી પીડિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.