Saturday, January 16, 2021
Home Entertainment ઐશ્ર્વર્યા રાય સાથેની સરખામણી અંગે સ્નેહા ઉલ્લાલે વર્ષો બાદ તોડ્યું મૌન

ઐશ્ર્વર્યા રાય સાથેની સરખામણી અંગે સ્નેહા ઉલ્લાલે વર્ષો બાદ તોડ્યું મૌન

હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું

સલમાન ખાનની ફિલ્મ ‘લકી. નો ટાઇમ ફોર લવ તમને યાદ છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સ્નેહા ઉલ્લાલે કામ કર્યું હતું તે તમને યાદૃ છે? સ્નેહાએ ૨૦૦૫માં ફિલ્મ ‘લકી થી ફિલ્મી દૃુનિયામાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી વાત તો એ હતી કે, સ્નેહા એ વખતે સલમાન ખાનની ફિલ્મથી કારકિર્દૃીનો પ્રારંભ કરનારી હતી. બીજું કારાણ હતું તેનો ચહેરો. એ વખતે તેની સરખામણી ઐશ્ર્વર્યા રાય સાથે કરવામાં આવતી હતી. લોકોમાં એવી ચર્ચા હતી કે,

સ્નેહા ઉલ્લાલેનો ચહેરો ઐશ્ર્વર્યા રાય સાથે બિલકુલ મળતો આવે છે. જોકે, ના તો આ ફિલ્મ ચાલી કે ના તો સ્નેહા ઉલ્લાલ આ ફિલ્મ બાદ કાંઇ કરી શકી. હવે આટલા વર્ષ બાદ સ્નેહા ઉલ્લાલે તેની સરખામણી ઐશ્ર્વર્યા સાથે થતી હતી તે અંગે મૌન તોડ્યું છે. તેણે આ અંગે પોતાનું નિવેદન જારી કર્યું છે. વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. એ તમામ સરખામણીએ મને જરાય પરેશાન કરી નથી. હકીકતમાં તો એ એક પીઆર રણનીતિ હતી કે,

મને એવી રીતે રજૂ કરવામાં આવે જેથી મારી સરખામણી ઐશ્ર્વર્યા રાય સાથે થઈ શકે. ખરેખર તો એ વખતે તમામ બાબતો માત્ર અને માત્ર સરખામણી પર જ આધારિત હતી પરંતુ હકીકતમાં આવું કાંઈ હતું જ નહીં. સ્નેહાએ તાજેતરમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તે ઝી૫ પર રિલીઝ થયેલી ફિલ્મ એક્સપાયરી ડેટમાં જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...

Recent Comments

× Get Now Free E-Newspaper.