એક્ટ્રેસ માલવી મલ્હોત્રાને ચાકુ મારીને ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે શોધી કાઢ્યો

ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ૨૬ ઓક્ટોબરની રાત્રે ચાકુથી જીવલેણ હુમલો કર્યો, તે ગંભીર હાલતમાં હૉસ્પીટલમાં ભરતી થઇ હતી, અત્યારે તેની હાલ સુધારા પર છે. આ બધાની વચ્ચે મુંબઇ પોલીસે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો કરનારા હુમલાખોરને ઓળખીને શોધી કાઢ્યો છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કેમકે તે હાલ હૉસ્પીટલમાં ભરતી છે. મુંબઇ પોલીસના એક અધિકારીએ આજે આ વાતની જાણકારી આપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, આરોપ યોગેશ મહિપાલ સિંહ મુંબઇથી લગભગ ૫૦ કિલોમીટર દુર પાલઘરની વસઇ સ્થિત એક હૉસ્પીટલમાં ભરતી છે. આની જાણકારી તેને મંગળવારે રાત્રે મળી. એક્ટ્રેસ અનુસાર, યોગેશે ગઇ સોમવારે રાત્રે મુંબઇના વર્સોવા વિસ્તારમાં તેના પેટ અને બન્ને હાથોમાં ચાકુના ઘા કર્યા હતા.

તેને આરોપીએ આવુ શા માટે કર્યુ તેનુ કારણ પણ જણાવ્યુ હતુ, માલવી મલ્હોત્રાનુ કહેવુ છે કે આરોપી તેને લગ્નની ઓફર આપી રહૃાો હતો, જેને એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધી હતી. ચાકુથી હુમલો કર્યા પછી યોગેશ ભાગી ગયો હતો, પોલીસનુ કહેવુ છે કે આરોપીની હજુ સુધી ધરપકડ નથી કરાઇ કેમકે તે હૉસ્પીટલમાં સારવાર લઇ રહૃાો છે. પોલીસની એક ટીમ મામલા અંગે પુછપરછ માટે વસઇની હૉસ્પીટલમાં જશે, જ્યાં યોગેશ ભરતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW