Wednesday, January 20, 2021
Home Entertainment એક્ટ્રેસ કૃતિએ જન્મદિવસ પર ૩૦ છોકરીઓને ભણવાનો ખર્ચ ઉઠાવવાની લીધી જવાબદારી

એક્ટ્રેસ કૃતિએ જન્મદિવસ પર ૩૦ છોકરીઓને ભણવાનો ખર્ચ ઉઠાવવાની લીધી જવાબદારી

બૉલીવુડ અભિનેત્રી ખરબંદા બુધવારે ૨૯ ઓક્ટોબરે ૩૦ વર્ષની થઇ ગઇ, એક્ટ્રેસે પોતાનો ૩૦મો જન્મદિવસ એક અંદાજમાં ઉજવ્યો. એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર ૩૦ બાળકીઓના ભણવાનો ખર્ચની જવાબદારી ઉઠાવીને પોતાનો જન્મદિવસ ખાસ બનાવી દીધો. ઉલ્લેખનીય છે કે બાળકીઓના ભણાવવા માટે કામ કરતી એક બિન સરકારી સંસ્થા સાથે મળીને કૃતિ ખરબંદાએ આ લોકોને શિક્ષિત કરવાની જવાબદારી પોતાના ખભે ઉઠાવી છે.

અભિનેત્રીએ પોતાની આ પહેલ અંગે કહૃાું- આપણી દૃુનિયા એક વૈશ્ર્વિક સ્વાસ્થ્ય આફતનો સામનો કરી રહી છે, છેલ્લા કેટલાક મહિના આપણા બધા માટે ખુબ તણાવગ્રસ્ત રહૃાાં. મારા મતે આ એક નાનો પ્રયાસ છે, જે જરૂરિયાતમંદોને થોડી ઘણો આનંદ ફેલાવવાનો પ્રયાસ છે. દુર્ભાગ્યથી હું મહામારીના કારણે તે બાળકીઓ સાથે પર્સનલી મુલાકાત નથી કરી શકી, પરંતુ તેમને બહુ જલ્દી જ વર્ચ્યૂઅલ રીતે મળવા અને થોડોક સારો સમય વિતાવવાની આશા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એક્ટ્રેસ કૃતિ ખરબંદા આગામી ફિલ્મ બીજૉય નાંબિયારની ફિલ્મ તૈશમાં દેખાશે. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બન્ને ફોર્મેટમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, જીમી સભ્ર, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ જેવા કલાકાર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

રાજકોટમાં સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેંચી દેનાર બે શખ્સો ઝડપાયા

રાજકોટમાં સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેંચી દેવાનું કૌંભાડ સામે આવ્યું છે. મોટા મવાની ૫ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ...

મુંબઇમાં નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ, કુલ ૯ની ધરપકડ

ગેંગમાં ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશયન સામેલ ક્રાઇમ બ્રાન્ચ એ મુંબઇમા નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરવાનો કાળો ધંધો કરતી ગેંગનો...

૨૧મીએ મુખ્યમંત્રી હોમટાઉન જશે અને કોંગ્રેસને આપશે ઝટકો

ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ સીએમ રૂપાણી હોમટાઉન...

Recent Comments

× Get Now Free E-Newspaper.