આદિત્ય નારાયણ શ્ર્વેતા અગ્રવાલ સાથે ૧ ડિસેમ્બરે લગ્ન કરશે

આદિત્ય નારાયણ અને શ્ર્વેતા અગ્રવાલ ૧૦ વર્ષ સુધી રિલેશનમાં રહૃાા બાદ લગ્ન કરવા જઈ રહૃાા છે. ત્યારે એક્ટરે પોતાના વેડિંગ પ્લાન વિશે જણાવ્યું હતું. સિંગર-એક્ટર આદિત્ય નારાયણ પોતાની લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ શ્ર્વેતા અગ્રવાલ સાથે ૧ ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહૃાો છે. લગ્ન સમારોહ ત્રણ દિવસનો હશે. જેની શરુઆત ૨૯મી નવેમ્બરે મહેંદી ફંક્શનની સાથે થશે. ૧ ડિસેમ્બરે કપલ મંદિરમાં લગ્ન કરશે જ્યારે ૨ ડિસેમ્બરે મુંબઈની ફાઈવ-સ્ટાર હોટેલમાં રિસેપ્શન યોજાશે.

એક ઈન્ટરવ્યૂમાં આદિત્યે જણાવ્યું કે, ’૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં રહૃાા બાદ આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહૃાા છીએ તે વાતથી હું અને શ્ર્વેતા ખુશ છીએ. મહામારીના કારણે લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે. અમે રિસેપ્શનના દિવસે સંગીત ફંક્શન રાખવાનું વિચારી રહૃાા છીએ, જેમાં અમારો પરિવાર પર્ફોર્મન્સ આપશે. અમારા વેડિંગ આઉટફિટ શ્ર્વેતા ડિઝાઈન કરશે, કારણ કે એક્ટ્રેસ હોવાની સાથે-સાથે તે ફેશન ડિઝાઈનર પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી તે મારા આઉટફિટ ડિઝાઈન કરી રહી છે’.

લગ્ન બાદ તેઓ હનીમૂન માટે કાશ્મીર જવાનું વિચારી રહૃાા છે. આ અંગે વાત કરતાં આદિત્યએ કહૃાું કે, ’શ્ર્વેતાને સ્કિઈંગ ગમે છે અને તેથી મને લાગ્યું કે શિયાળામાં ગુલમર્ગ જવું સારુ રહેશે. જો બધું ઠીક રહૃાું તો અમે ત્યાં જઈશું’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW